Loading...

Whatsappને ભારતમાં શરુ કરવી છે આ નવી સર્વિસ, પરંતુ મોદી સરકારે મૂકી આ શરત!!

Whatsapp કંપની ભારતમાં Online પેમેન્ટ સર્વિસ ચાલુ કરવા માગે છે પણ ભારત સરકારે શરત મૂકી છે કે. જ્યાં સુધી whatsapp કંપની ભારતમાં ઑફિસ અને કર્મચારીની ટીમ નહીં બનાવે ત્યાં સુધી તે આ સર્વિસ શરૂ કરી શકશે નહીં.કારણ કે આટલી મોટી કંપની અને તેના ભારત માં યુસર પણ વધારે છે પણ whatsapp ની એક પણ ઓફીસ કે એના કર્મચારી ભારત માં નથી.

Loading...

આ ઉપરાંત સરકાર આ મુદ્દે RBI બેંક ને સાથે રાખી એ બાબત પર નજર રાખવા માગે છે કે, આ online સર્વિસ પેમેન્ટ સર્વિસને લગતા નિયમોનું ઉલ્લંઘન તો નથી થઈ રહ્યું ને. સરકારની આ શરતો ને લઇને whatsapp ને ભારતમાં online પેમેન્ટ સર્વિસ શરૂ કરવામાં પ્રોબ્લેમ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, whatsapp છેલ્લા ઘણા મહિનાથી UPI પર તેની પેમેન્ટ સર્વિસ શરૂ કરવા માટે ટેસ્ટિંગ કરી રહી છે અને હાલમાં whatsapp ની આ સર્વિસ આશરે 10 લાખ સિલેક્ટેડ યૂઝર્સ આ સેવા લઈ રહ્યાં છે.

Loading...
Loading...