Loading...

રોડ પર વેચાતા સસ્તા Handsfree ખરીદતા પહેલા આ વાંચી લેજો, નહીતર થશો હેરાન..

તમને રોડ પર ઈયરફોનના સ્ટોલ્સ જોવા મળતા હશે. ઘણીવાર ટ્રેનમાં તમને કોઈ વ્યક્તિ ઈયરફોન વેચતી દેખાશે. સસ્તા હોવાને કારણે ઘણાં લોકો આ ઈયરફોન ખરીદી લેતા હોય છે. આખરે લોકો ઈયરફોનના 300-400 રુપિયા કેમ ખર્ચ કરે જ્યારે તેમનું કામ 30,40 અથવા 50 રુપિયામાં ચાલી જતું હોય. પરંતુ શું તમે જાણો છો કે આ પ્રકારના ઈયરફોન ખરીદવાથી તમને નુકસાન પણ થઈ શકે છે.

Loading...

રોડ પર મળતા સસ્તા ઈયરફોનની સૌથી મોટી સમસ્યા અવાજની હોય છે. ઘણી વાર એવું બને છે કે આપણે ઈયરફોન ખરીદી લઈએ છીએ પરંતુ ઉપયોગ કરીએ ત્યારે ખબર પડે છે કે એક ભાગમાં વ્યવસ્થિત અવાજ આવતો જ નથી હોતો.

સસ્તા ઈયરફોનમાં એક સમસ્યા હોય છે, સોફ્ટ વોઈસની ગેરહાજરી. જો તમે અવાજ સ્લો કરશો તો સાંભળી નહીં શકો અને જો અવાજ હાઈ કરશો તો કાનમાં દુ:ખાવો થવા લાગશે. તમે સોફ્ટ મ્યુઝિકના શોખીન હશો તો પણ જો સસ્તા ઈયરફોન ઉપયોગ કરશો તો તમને હાઈ વોલ્યુમમાં મ્યુઝિક સાંભળવાની આદત પડી જશે.

સસ્તા ઈયરફોનમાં અવાજને કંટ્રોલ કરવાની સારી વ્યવસ્થા નથી હોતી. વધારે હાઈ વોલ્યુમમાં મ્યુઝિક સાંભળવાથી માનસિક સમસ્યા થઈ શકે છે, તમને માથામાં દુ:ખાવો અથવા ઊંઘ ન આવવાની ફરિયાદ હોઈ શકે છે.

Loading...
Loading...