Loading...

Virat Kohli ને થઈ ભયંકર ઈજા, નહીં રમેં કાઉન્ટી ક્રિકેટ

IPL11ના પ્લેઓફમાં સ્થાન ન મેળવી શકનારી ટીમ RCBનો કેપ્ટન Virat Kohli સ્લિપ ડિસ્કની પરેશાનીથી પીડાઈ રહ્યો છે. મેડિકલ રિપોર્ટ્સ અનુસાર, વિરાટે કાઉન્ટી ક્રિકેટમાં રમવાની તક ગુમાવવી પડશે. બની શકે કે તેણે ઈંગ્લેન્ડ પ્રવાસથી પણ વંચિત રહેવું પડે.

Loading...

પાછલા 12 મહિનામાં સતત ક્રિકેટ રમી રહેલો વિરાટ કોહલી સ્લિપ ડિસ્ક બાબતે ડોક્ટરની સલાહ લેવા માટે બુધવારના રોજ ખારમાં એક હોસ્પિટલ ગયો હતો. મુંબઈ મિરરના સૂત્રોના જણાવ્યા અનુસાર, મેડિકલ રિપોર્ટમાં વિરાટની સ્પાઈનલ નર્વ્સમાં નુકસાન જણાવવામાં આવ્યું. ડોક્ટરે તેને કાઉન્ટી ક્રિકેટ નહીં રમવાની સલાહ આપી છે. જો કે ડોક્ટરે ઓપરેશનની વાતથી ઈનકાર કર્યો છે.

રિપોર્ટ્સ અનુસાર, વિરાટે ડોક્ટરની મુલાકાત પછી કાઉન્ટી ક્લબ સરેને નહીં રમવા બાબતે સૂચના આપી છે. જો કે આ વિષે BCCi અને વિરાટ તરફથી કોઈ નિવેદન નથી આપ્યું.

 

Loading...
Loading...