Loading...

1 જ ઓવરમાં ધોની, કોહલી, રોહિત ને આઉટ કરી પીટર ચેઝે રચ્યો ઈતિહાસ!

ભારત સામેની પ્રથમ T20 માં આયરલેન્ડને હારનો સામનો કરવો પડ્યો હોય પણ એક ખેલાડીએ બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું અને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું. આયરલેન્ડના બોલર પીટર ચેઝે એક જ ઓવરમાં વન-ડેમાં ત્રણ ડબલ સેન્ચુરી બનાવનારા Rohit Sharma (97), દુનિયાના બેસ્ટ ફિનિશર ગણાતા M.S. Dhoni (11) અને વર્તમાન ક્રિકેટના શ્રેષ્ઠ બેટ્સમેન Virat Kohli (0)ને આઉટ કરી ઈતિહાસ રચી દીધો. આ ત્રણેય દિગ્ગજને 4 બોલના ગાળામાં પેવેલિયન મોકલી દીધા. આ ત્રણ ઉપરાંત તેણે આક્રમક Suresh Raina (10)ની પણ વિકેટ ઝડપી.

Loading...

T20 માં પહેલીવાર એવું બન્યું છે કે, આ દિગ્ગજ બેટ્સમેનોને કોઈ એક જ બોલરે આઉટ કર્યા હોય. આ માંથી ત્રણને તો તેણે એક જ ઓવરમાં આઉટ કર્યા. ભારતની ઈનિંગની છેલ્લી ઓવરમાં ચેઝે બીજા બોલે ધોનીને થોમ્પસનના હાથમાં ઝિલાવ્યો, ત્યાર પછીના બોલે તેણે શાનદાર યોર્કર ફેંકી હિટમેન રોહિત શર્માને આઉટ કર્યો. ત્યારબાદ એક બોલ ખાલી ગયો અને ઓવરના પાંચમા બોલે તેણે વિરાટ કોહલીની વિકેટ લઈ ભારતીય કેમ્પમાં સોંપો પાડી દીધો.

Loading...
Loading...