Loading...

અનામત અંગે સુપ્રીમનો આદેશ, ભાજપ આ રીતે ઉઠાવશે ફાયદો

સુપ્રીમ કોર્ટે મંગળવારે સરકારી નોકરીઓમાં પ્રમોશનને લઈને હાલની અનામત વ્યવસ્થઆને ત્યાં સુધી જેમની તેમ રાખવા કહ્યું છે જ્યાં સુધી આ મામલે બંધાણરણીય પીઠ પોતાનો કોઈ અંતિમ નિર્ણય ન આપે. કોર્ટના આ આદેશથી ભાજપને 2019માં તક દેખાઈ રહી છે જે દેશની સામાન્ય ચૂંટણી પહેલા પોતાની વોટબેંકમાં દલિત વોટ વધારવા ઇચ્છી રહ્યું છે. આ પહેલા ભાજપ એ સમયે બેકફૂટ પર આવી ગયું હતું જ્યારે સરકારના વકીલ સુપ્રીમ કોર્ટને એસસી એસટી એક્ટના કથિત દુરઉપયોગ અંગે ભરોસો આપી શક્યા નહોતા

Loading...

જે બાદ વિરોધ પક્ષે ભાજપ પર આ કાયદાની જોગવાઈઓને નબળી કરવાનો આરોપ લગાવ્યો હતો. જેના પર ભાજપે સ્પષ્ટતા કરવી પડી હતી કે અનામત અને દલિત સમાજની સુરક્ષા માટે બનેલા અન્ય નિયમો જેમના તેમ રહેશે. કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાને કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટ આ મામલે કોઈ રાહત નહીં આપે તો સરકાર અધ્યાદેશ આપશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને આ કારણે ઝટકો લાગવાની શક્યતા હતી જે ડર સાચો સાબિત પણ થયો.

રાજ્યમાં જ્યાં દલીત વસ્તી વધુ હતી તેવા વિસ્તારો બોમ્બે-કર્ણાટક અને હૈદરાબાદ-કર્ણાટકમાં સારુ પ્રદર્શન નહોતું રહ્યું. જોકે આના કેટલાક અન્ય કારણ પણ હોઈ શકે છે. ભાજપના દલિત સાંસદોને આ કાયદામાં કરવામાં આવેલ ફેરફારથી પોતાના સમાજના ગુસ્સાનો ડર હતો જેના કારણે તેમણે પણ આ ફેરફારનો વિરોધ જાહેર કર્યો હતો.

Loading...
Loading...