Loading...

લોકસભાની ચૂંટણી પહેલા વિજય રુપાણીને હટાવી ને બીજા કોઈને CM બનાવાશે? જાણો પૂરો અહેવાલ…

2019ની લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં રુપાણીને બદલે બીજા કોઈને CM બનાવાય તેવી અટકળોએ જોર પકડ્યું છે. હાલ ભાજપના નેતાગીરીની સંઘના નેતા વી સતિશ સાથે વાતચીત ચાલી રહી છે, જેનાથી vijay rupani ને પડતા મૂકી કોઈ નવા ચહેરાને સીએમની ખુરશી પર બેસાડવાની તૈયારી શરુ થઈ ગઈ છે તેવી વાતોએ જોર પકડ્યું છે.vijay rupani નું સ્થાન કોણ લેશે તે અંગે પણ અકટળો શરુ થઈ ગઈ છે. હાલના તબક્કે યુવા પાટીદાર નેતા મનસુખ માંડવિયાનું નામ આ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. માંડવિયા અત્યારે મોદી સરકારમાં મંત્રી છે. રુપાણી ગુજરાતમાં ખાસ પોપ્યુલર ન હોવાથી તેમજ પર્ફોમન્સ આપવામાં પણ નિષ્ફળ રહ્યા હોવાથી તેમની વિદાય નિશ્ચિત છે તેવી ચર્ચાએ બુધવારે જોરદાર જોર પકડ્યું હતું.

Loading...

ભાજપના આંતરિક સૂત્રોનું માનીએ તો, રુપાણી પાટીદારોનો મુદ્દો યોગ્ય રીતે હેન્ડલ નથી કરી શક્યા. એક સમયે ભાજપની વફાદાર વોટ બેન્ક ગણાતા પાટીદારો હવે ભાજપની જ વિરુદ્ધ મત આપે તેવી સ્થિતિ ઉભી થઈ છે, ત્યારે રુપાણીની જગ્યાએ કોઈ નવા ચહેરાને સીએમની ખુરશી પર બેસાડવો જરુરી છે. પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખતા ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીને પણ સીએમ બનાવા તો નવાઈ નહીં.

વાઘાણી, માંડવિયા ઉપરાંત પ્રદીપસિંહ જાડેજા પણ સીએમ પદની રેસમાં છે. માંડવિયા અને પ્રદીપસિંહ બંને પીએમ મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહના ખાસ્સા નજીક ગણાય છે. નીતિન પટેલનું નામ પણ આ રેસમાં સામેલ છે. નીતિન પટેલ સૌથી અનુભવી મંત્રીઓમાંના એક છે, અને હાલના સીએમ રુપાણી પણ તેમનાથી જુનિયર છે.

બીજી તરફ, સંઘના જ એક જુથનું માનવું છે કે, 2019ની ચૂંટણીના ટાણે જ ગુજરાતમાં સીએમને બદલવા યોગ્ય નહીં રહે. ગુજરાત પીએમ મોદી અને નરેન્દ્ર મોદી બંનેનું હોમ ગ્રાઉન્ડ છે, અને ચૂંટણી ટાણે સીએમ બદલવાથી વોટર્સમાં નેગેટિવ સિગ્નલ જશે. આમ પણ, લાંબો સમય સીએમ રહ્યા બાદ મોદી દિલ્હી ગયા તેના ચાર વર્ષમાં બે સીએમ બદલાઈ ગયા છે. મોદીના જવાથી ગુજરાતમાં ભાજપની સ્થિતિ નબળી પડી છે તેવો મેસેજ આ સમયે જાય તેવું સંઘનું એક જૂથ નથી ઈચ્છતું.

ભાજપના એક સૂત્રનું માનીએ તો, માંડવિયા છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતની વારંવાર મુલાકાત લઈ રહ્યા છે, અને તેઓ ભાજપનું સંગઠન મજબૂત બનાવવા ગુજરાતના ખૂણેખૂણાની મુલાકાત લઈ રહ્યા છે. સરકારની અનેક યોજનાના ખાતમૂર્હુતથી લઈ ઉદ્ઘાટન પણ માંડવિયાના હાથે કરાઈ રહ્યા છે. વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં પણ માંડવિયાની ખાસ્સી સક્રિયતા જોવા મળી હતી.

Loading...
Loading...