Loading...

PM Modi ની હત્યાનું ષડયંત્ર રચવા વાળા નું બહાર આવ્યું નામ…..

દેશમાં PM Modi ની હત્યા કરવા માટે ના કરવા માં આવેલા ષડયંત્રનો એક પત્રમાં ખુલાસો થયો છે. જેમાં ભીમા કોરેગાંવમાં january માસમાં થયેલી હિંસામાં ધરપકડ કરવામાં આવેલા પાંચ લોકોમાંથી એક વ્યક્તિ પાસેથી ચોકાવનારી વિગત પ્રાપ્ત થઈ છે. આ આરોપીના દિલ્હી સ્થિત નિવાસેથી એક પત્ર મળ્યો હતો. જેમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જે રીતે હત્યા કરવામાં આવી હતી તે જ રીતે પીએમ મોદીની હત્યા કરવાનો પ્લાન અંકિત કરવામાં આવ્યો હતો.

Loading...

ભીમા કોરેગાંવ હિંસામાં સંડોવાયેલા પાંચ લોકોને પોલીસે બુધવારે સુધિર ઢાવલે, સુરેન્દ્ર ગાંડલિંગ, જૈકબ વિલ્સન સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જયારે પોલીસના જણાવ્યા અનુસાર આ પત્ર જૈકબ વિલ્સનના દિલ્હીના મુનરિકા ફ્લેટમાંથી મળી આવ્યો હતો.

આ પત્રમાં લખવામાં આવ્યું છે કે ” મોદી 15 રાજ્યોમાં ભાજપ સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે. જો આ જ રીતે ચાલવું રહ્યું તો તમામ મોરચા પર પાર્ટી માટે મુશ્કેલી ઊભી થઇ શકે છે. કોમરેડ કિસન અને અન્ય અનેક સિનીયર કોમેરેડ મોદી રાજને સમાપ્ત કરવા માટે કેટલાક મજબૂત પગલાં લીધા છે. અમે બધા રાજીવ ગાંધી જેવા હત્યાકાંડ પર વિચારણા કરી રહ્યા છીએ. આ આત્મઘાતી હુમલા જેવું હશે અને શક્યતાઓ છે કે અમે નિષ્ફળ પણ જઇએ. પરંતુ અમને લાગે છે કે પક્ષ અમારી યોજના પર વિચાર કરે. મોદીને રોડ શોમાં ટાર્ગેટ કરવા એક અસરકારક વ્યૂહરચના સાબિત થઇ શકે છે. અમને લાગે છે કે પક્ષનું અસ્તિત્વ કોઈ પણ ત્યાગથી ઉપર છે.

જો કે આ દરમ્યાન પોલીસે આ પાંચ આરોપીઓને ગુરુવારે અદાલતમાં રજુ કરીને ૧૪ જુન સુધીના રિમાન્ડ મેળવ્યા છે. આ ઉપરાંત વકીલે જણાવ્યું છે કે વિલ્સનના નિવાસેથી જે પત્ર મળ્યો છે. તેમાં રાઈફલ અને હથિયાર ખરીદવા માટે ૮ કરોડની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.આ પત્ર સી.પી.આઈ( એમ) સાથે જોડાયેલા મિલિંદ તેલતુમ્બ્ડે દ્વારા મોકલવામાં આવ્યો હતો.

Loading...
Loading...