૨૦૧૯ ની લોકસભા ELECTION માં કેજરીવાલ કરશે ભાજપ નો પ્રચાર, જાણો આવું કરવા પાછળ નું ખાસ કારણ..

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ના જણાવ્યા મુજબ જો કેન્દ્ર સરકાર ૨૦૧૯ ની લોકસભાની ચુંટણીની પહેલા દિલ્હીને જો પૂર્વ રાજ્યનો દરજ્જો આપશે તો કેજરીવાલ પોતે જ ભાજપ માટે પ્રચાર કરશે અને કેજરીવાલે આ મુદ્દો વિધાનસભામાં પ્રસ્તાવ રજુ કરતા જણાવી હતી અને આ પ્રસ્તાવને દિલ્હી વિધાનસભામાં સ્વીકારમાં આવ્યો હતો..

Loading...


જો દિલ્હી સરકાર અત્યારે દિલ્હીને પૂર્ણ રાજ્યના દરજ્જો આપવાની માંગને લઈ એક અભિયાન શરુ કર્યુ છે ત્યારે આ માટે દિલ્હીમાં સત્તારુઢ આમ આદમી પાર્ટી ઠેર ઠેર જઈને સભાઓ સંબોધવાનું આયોજન કરી રહી છે એવામાં અરવિંદ કેજરીવાલે તમામ ધારાસભ્યો અને નેતાઓને આ મુદ્દે સામાન્ય લોકોની સલાહ અને તેમના વિચાર વ્યક્ત કરવા માટે દિલ્હીમાં ૩૦૦ જગ્યાએ જનસભા કરવા આદેશ કર્યો હતો.

અને આ અભિયાનની શરુઆત દિલ્હીના નેતાઓ અને ધારાસભ્યોને સંબોધિત કરવા દરમિયાન કરી હતી અને આ દરમિયાન તેમણે ઉપરાજ્યપાલ દિલ્હી છોડો અભિયાન પણ શરુ કર્યુ હતું વધુમા કેજરીવાલ જણાવ્યુ છે કે અહી ઉપ રાજ્યપાલ દિલ્હી સરકારના તમામ કામમા અડચણ ઉભી કરે છે અને લોકકલ્યાણના કામોને કરવાની મંજુરી આપતા નથી એવામા કેજરીવાલે જણાવ્યુ કે દિલ્હીના સારા કામ માટે ઉપ રાજ્યપાલની કોઈ જરુર નથી.તેના લીધે દિલ્હી ના ઘણા સારા કામ માં અડ્ચળ ઉભી થાય છે.

Loading...