Loading...

Hardik Patel ની નવી રાજનીતિ – યોજશે મહાપંચાયત, પાટીદાર ધારાસભ્યોને પત્ર દ્વારા આપ્યું આમંત્રણ

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ પાટીદારોને અનામતની માગને લઈને 26મી મેએ ‘મહાપંચાયત’નું આયોજન કરવા જઈ રહ્યા છે. હાર્દિકે મંગળવારે પટેલ સમાજના અગ્રણીઓ અને નેતાઓને એક ખુલ્લો પત્ર લખીને ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના મોટી માલવણ ગામમાં 26મી મેએ યોજાનારી ‘મહાપંચાયત’માં સામેલ થવા આમંત્રણ આપ્યું છે.

Loading...

પોતાના ખુલ્લા પત્રમાં હાર્દિકે રાજ્યભરના પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના નેતાઓને 26મી મેએ પંચાયત સ્થળ પર પહોંચવા કહ્યું છે, જેથી અનામતની માગ અને આંદોલનકારીઓ સામેના પોલીસ કેસો પાછા ખેંચવાના મામલે આગળની રણનીતિ નક્કી કરી શકાય. હાર્દિકે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને પણ પત્ર લખ્યો છે અને તેમાં બંને પક્ષના પાટીદાર ધારાસભ્યોની સાથે તેમાં સામેલ થવા અપીલ કરી છે.

હાર્દિકે પોતાના પત્રમાં આ નેતાઓને ચેતવણી પણ આપી છે. હાર્દિકે કહ્યું કે, ‘તમારે મહાપંચાયત સામેલ થઈને સમાજને પોતાનું સમર્થન આપવું જોઈએ. જો તમે અહીં નહીં આવો તો અમે માનીશું કે તમે અનામતની આ લડાઈમાં પાટીદાર સમાજની સાથે નથી.’

Loading...
Loading...