Loading...

Hardik Patel એ સરકાર પર કર્યા પ્રહાર, કરી આ માંગો

Hardik Patel એ મધ્ય પ્રદેશના પ્રવાસ દરમ્યાન ખેડૂતો અને સામાન્ય લોકો સાથે જનસંપર્ક કરીને લોકોની સમસ્યા જાણી રહ્યાં છે. તેવા સમયે હાર્દિક પટેલે કેન્દ્ર સરકારને ખેડૂતોના દેવા માફ કરવાની અને પેટ્રોલ- ડિઝલને જીએસટીના દાયરામાં લાવવાની માંગ કરી છે. આ ઉપરાંત પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ખેડૂતો પર કરવામાં આવેલા ખોટા કેસ પરત લેવાની પણ માંગ કરી છે.

Loading...

હાર્દિક પટેલે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ખેડૂત પુત્ર કહીને તે રાજ્યના ખેડૂતોને મુર્ખ બનાવી રહ્યા છે. રાજ્યમાં યુવાન બેરોજગાર છે અને રોજગારી માટે રાજ્ય બહાર જવું પડે છે. મામા શિવરાજે વંચિત સમુદાયના નામે માત્ર સત્તા મેળવવાનું કામ કર્યું છે. સુરક્ષાના નામ પર સીએમ હેલ્પલાઈન પર ફોન કરવાથી ફરીયાદી પર્ણ કાર્યવાહી કરવામાં આવે છે. ભાજપના ધારાસભ્ય માર્કેટ વિકાસના તમામ ફંડ વાપરી જાય છે. નર્મદા નદીમાં ગેરકાયદે ખનન કરવામાં ભાજપના ધારાસભ્યો જ સામેલ છે. નર્મદાના નદીના નામ પર નર્મદા પટ પર રહેતી જનતાને મુર્ખ બનાવવાનું કામ મુખ્યમંત્રીએ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ચાલી રહેલી ખેડૂતોની હડતાળને સમર્થન આપવા મધ્ય પ્રદેશના જબલપુર પહોંચેલા ગુજરાતના પાટીદાર અનામત આંદોલનના નેતા Hardik Patel ની કાર પર ઈંડા ફેંકાયા હતા. આ ઘટના જબલપુર ભાજપ કાર્યાલય નજીક ઘટી હોવાની માહિતી સાંપડી છે.

આ હુમલા બાદ હાર્દિક પટેલે ટ્વીટ કરીને આક્રોશ વ્યક્ત કરતા લખ્યું હતું કે મધ્યપ્રદેશના જબલપુરમાં મામા શિવરાજના ચેલાઓએ અમારૂં સ્વાગત ઈંડાથી કર્યું છે. આજે જબલપુરથી પનાગતર જતી વખતે આગાચોક પર મારી ગાડી પર ઈંડા ફેંક્યા અને નામર્દોની જેમ જ ભાગી ગયા, અરે મામા શિવરાજ ઈંડાથી આ હાર્દિક ડરવાનો નથી. બંદૂકની ગોળી ચલાવો. જ્યાર સુધી મારા શરીરમાં લોહી છે ત્યાં સુધી આ લડાઇ ચાલુ જ રહેશે.

Loading...
Loading...