Loading...

શું નીતિન પટેલે નાયબ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું? શું હવે Nitin Patel કોંગ્રેસ ને સમર્થન આપશે?

કેટલાક સમયથી પોતાના વિશે ચાલી રહેલી જાતભાતની અફવાઓ પર આખરે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે મૌન તોડ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતાએ ટ્વીટર પર જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી તેમના વિરુદ્ધ ચોક્કસ કારણસર સત્યથી વેગળી વાતો મીડિયામાં ફેલાવાઈ રહી છે.
નીતિન પટેલે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, કેટલાક વિઘ્ન સંતોષી લોકો દ્વારા પાયાવિહોળી અને સત્યથી તદ્દન વેગળી વાતો મીડિયામાં ચોક્કસ કારણસર ફેલાવવામાં આવી રહી છે. આવી તમામ વાતો માત્ર અને માત્ર અફવા છે.
ઉલ્લેખનીય છે કે, નીતિન પટેલે જાન્યુઆરીમાં ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધાના થોડા સમયમાં જ પોતાની પાસેથી મહત્વના ખાતાં પરત લઈ લેવાતા નારાજગી વ્યક્ત કરી હતી. નીતિન પટેલે પોતાની ઓફિસે જવાનું પણ છોડી દીધું હતું, અને જાહેરમાં નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, જો તેમને મહત્વના ખાતાં ન સોંપાય તો તેમનો સરકારમાં રહેવાનો કોઈ અર્થ નથી.
નીતિન પટેલ વિરુદ્ધ એવી અફવા ચાલી રહી છે કે તેઓ પક્ષમાં થઈ રહેલી પોતાની અવગણનાથી ભારોભાર નારાજ છે, અને તેઓ ભાજપમાંથી રાજીનામું આપી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તો એવો પણ દાવો કરાયો હતો કે, નીતિન પટેલ જો ભાજપ સામે બળવો કરે તો કોંગ્રેસ તેમને ટેકો આપી સીએમ બનાવવા તૈયાર છે.
એવી પણ અફવા ચાલી રહી છે કે, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખિરિયા પણ નારાજ છે, હાલ સરકારમાં મંત્રી એવા કોળી નેતા પુરુષોત્તમ સોલંકી તો જાહેરમાં જ અનેકવાર કહી ચૂક્યા છે કે, તેમને સીનિયોરિટી પ્રમાણે મહત્વના ખાતા આપવામાં આવ્યા નથી. સોલંકી તો સરકાર સામે શક્તિપ્રદર્શન કરવાના મૂડમાં પણ હતા, જોકે તે છેલ્લી ઘડીએ પડતું મૂકાયું હતું.

Loading...
Loading...
Loading...