Loading...

CONGRESS ના ધરણા કાર્યક્રમનો ફિયાસ્કો, વીજ પૂરવઠો ખોરવાતા ભાજપ પર ઠોકયો આક્ષેપ

બનાસકાંઠાના પાલનપુરમાં કોંગ્રેસના ધરણા કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે. સવારે સાડા દસ વાગ્યે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ધરણાનો કાર્યક્રમ હોવા છતાં ખેડૂતો ફરક્યા જ નહોતા. ખેડૂતો ન આવતા પ્રદેશના નેતાઓ પણ મોડા પડ્યા હતા.

Loading...

અહીં આવેલા નેતાઓ ખાલી ખુરશીઓ જોઈ ચિંતામાં સરી પડ્યા હતા. શહેરની વચ્ચોવચ્ચ યોજેલા આ ધરણા કાર્યક્રમથી ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે નિયત સમય કરતા મોડા યોજાયેલા કાર્યક્રમમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.ગુરૂનાનક ચોકનું આખું ફીડર બંધ કરી દેવાતા વીજ પુરવઠો જતો રહ્યો હતો. તેથી કોંગ્રેસીઓએ આને ભાજપની ચાલ ગણાવી હતી. અહીં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ લડબીના ગેરકાયદે મુદ્દે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતુ કે ભાજપના શાસનમાં જ નદીઓ ઉપર દબાણો થયા છે.

ભાજપે અનેક નદીઓ ગુમ કરી દીધી છે. લડબીમાં પણ ભાજપના પદાધિકારીઓના દબાણો હોવાનો અમિત ચાવડાએ આક્ષેપ કર્યો.

Loading...
Loading...