Loading...

BJP સરકારના 4 વર્ષ: જુઓ આ વર્ષોમાં કઈ રીતે બની મોદી બ્રાંડ ફેમસ

2014 માં ‘Ab Ki Bar મોદી સરકાર’નું સૂત્ર ખૂબ ગાજ્યું અને ભારે બહુમત સાથે બીજપી જીતી ગયું હતું. BJP સત્તામાં આવ્યા બાદ પણ મોદી લહેરનો જાદૂ છવાયો અને એક પછી એક રાજ્યોની ચૂંટણીમાં BJP એ જીત નોંધાવી. દેશ ઉપરાંત વિદેશમાં પણ મોદી એક બ્રાન્ડ બનીને ઉભર્યા અને આ બ્રાન્ડે દેશના 70 ટકા હિસ્સામાં ભગવો લહેરાવી દીધો. ત્યારે જાણીએ કે આ 4 વર્ષોમાં કેટલી મજબૂત બની છે BJP ની બ્રાંડ

Loading...

2014 ની લોકસભા ચૂંટણીમાં BJP ની જીતનો પરચમ લહેરાવ્યા પછી નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ એક પછી એક રાજ્યમાં જીત નોંધાવી. BJP નો રાજકીય આધાર સતત ફેલાતો જઇ રહ્યો છે. દેશના 20 રાજ્યોમાં BJPની સરકાર છે.

BJP મોદીના નામ અને કામ પર ચૂંટણી યુદ્ધમાં ઉતરતી અને જીતતી આવી છે. 2014 પછીની ચૂંટણીઓમાં મોદી સરકાર દરમિયાન થયેલી સર્જિકલ સ્ટ્રાઇક, નોટબંધી, ઉજ્જવલા યોજના, જનધન, જીએસટી, વીજળીકરણ પાર્ટીના ચૂંટણી મુદ્દા બની ગયા છે. BJP ના પોસ્ટર, પરચાઓ, બિલ્લાઓથી લઇને હોર્ડિંગ અને સોશિયલ મીડિયા સુધીમાં ફક્ત મોદી જ મોદી છવાયેલા રહ્યા.

દેશના રાજકારણમાં એક તબક્કામાં કોંગ્રેસ વિરુદ્ધ જે રીતે વિપક્ષ એકસાથે હતો, તે જ રીતે મોદી વિરુદ્ધ પણ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત તમામ નેતા વિપક્ષને એકસાથે કરવાની કોશિશમાં લાગ્યા છે. તેનાથી જ મોદીના કદનો અંદાજ લગાવી શકાય છે. આ પહેલા ઇંદિરા ગાંધી વિરુદ્ધ વિપક્ષમાં આવી એકતા જોવા મળી હતી.

.

Loading...
Loading...