Loading...

જાણો આ કંપનીમાં RESUME થી નહી, લવ લેટર થી મળે છે નોકરી…

કોઈપણ કંપનીમાં કામ કરવું હોય ત્યારે સૌથી પહેલા resume અથવા CV મોકલવું પડે છે. મોટાભાગે તેમાં રહેલી માહિતીના આધારે જ આગળ તમને ઈન્ટરવ્યૂ પ્રોસેસ માટે પસંદગી કરવી કે નહિ તે નક્કી થતું હોય છે. જોકે, અમેરિકામાં એક એવી કંપની છે. જ્યાં નોકરી મેળવવા માટે તમારે resume અથવા CV નહિ પરંતુ લવ લેટર મોકલવો પડે છે.

Loading...

આ વાત જાણીને તમને ભલે આશ્ચર્ય થયું હોય પરંતુ અમેરિકાની ‘એક્વિટી શેડ્યૂલિંગ’ નામની કંપની લોકો પાસેથી રેઝ્યૂમે નહિ પરંતુ લવ લેટર માંગે છે. જ્યારે તમે આ નોકરીમાં એપ્લાય કરો છો ત્યારે તમારે સૌથી પહેલું કામ લવ લેટર લખવાનું કરવાનું હોય છે.

આ કંપનીના સીઈઓ ગેવિન જુચલિંસ્કીના જણાવ્યાનુસાર નોકરી એ એક રીતે ડેટિંગ જેવી જ છે. તેમણે કહ્યું કે,’ઓનલાઈન શેડ્યૂલિંગ કંપનીની ભરતી પ્રક્રિયા ખૂબ જ અનોખી છે. જ્યારે અમે ન્યૂઝપેપરમાં નોકરી માટે જાહેરાત આપીએ છીએ ત્યારે તે કોઈને ડેટ પર બોલાવવા જેવું જ હોય છે.’

જ્યારે લવ લેટરનો રાઉન્ડ પૂરો થાય છે પછી જ ઉમેદવારોને આગળની પ્રક્રિયા માટે બોલાવવામાં આવે છે. કંપની ઉમેદવારોએ લખેલા લેટરને વાંચે છે અને તેના આધારે જ નક્કી કરવામાં આવે છે કે કંપની માટે કયો ઉમેદવાર યોગ્ય છે.

Loading...
Loading...