Loading...

આ રીતે ઘરે જ કૂકરમાં બનાવો નાયલોન ખમણ….

Khaman નામ બોલતા કે સાંભળતા જ મોમાંથી પાણી આવી જશે. એમાંય જો વળી જાત-જાતના ખમણ ની વાત કરીએ તો- તો બસ ખાવાનું જ મન થઈ જાય. તો જાણો કઈ રીતે ઘરે કુક્કર માં જ ઝટપટ ખમણ કઈ રીતે બનાવાય એ પણ રેસ્ટોરન્ટ જેવા જ..

Loading...

સામગ્રી:
1 કપ પાણી
1 કપ ચણાનો લોટ
1/2 ટી સ્પુન લીમ્બુ ના ફૂલ
1/2 ટેબલ સ્પુન ખાંડ
1 ટી સ્પુન આદુ-મરચાની પેસ્ટ
1/2 ટી સ્પુન ખાવાનો સોડા
1 ચપટી હળદર
1 ટી સ્પુન મીઠું
ખમણ વઘાર માટેની સામગ્રી:
2 ટેબલ સ્પુન તેલ
1 ટી સ્પુન રાઈ
2 લીલા મરચાં ઝીણા સમારલા
1 ચપટી હિંગ
1 ટી સ્પુન તલ
2 ટેબલ સ્પુન ખાંડ

ખમણ બનવાની રીત
સૌથમ એલ્યુમિનયમ નું એક વાસણ લો અને તેની અંદર તેલ લગાવો. જથી કરીને ચણાના લોટ વાસણ માં ચોટશે નહી. હવે એક પહોળા વાસણ માં પાણી લઈને તેમાં લીબુના ફૂલ, મીઠું અને ખાંડ ઓગાળો. હવે તેમાં ધીમે-ધીમે ચણાનો લોટ નાખીને હલાવી લો. ત્યાર પછી તેમાં આદુ-મરચાની પેસ્ટ અને હળદર ઉમેરીને બરાબર મિક્સ કરો. પછી તેમાં ઇનો નાખીને હલાવો જેનાથી ખીરું ફૂલી જશે. આ મિશ્રણને હલાવતા-હલાવતા જ એલ્યુમિનયમ ના વાસણમાં રેડી લો. ત્યાર બાદ ખમણના કૂકરને 25 ટકાથી પાણી ભરી દો અને તેની અંદર આ એલ્યુમિનયમ નું વાસણ મૂકી દો. ત્યાર બાદ કૂકરનું ઢાંકણું બંધ કરી નાખો. ધ્યાનમાં રહે કેકૂકર ની સિટી ને કાઢી નાખવી. હવે ખમણને કૂકરમાં પંદર થી વીસ મિનીટ ચડવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી દો. હવે એલ્યુમિનયમ નુ વાસણ બહાર કાઢી લો. હવે એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે પછી લીલા મરચાના ટુકડા, તલ અને હીગં ઉમેરો અને થાળીમાં તૈયાર નાયલોન ખમણ ઉપર આ વઘાર રેડી દો. તેના ઉપર હૂંફાળું ખાંડ નું પાણી રેડી દો. તો તૈયાર છે ટેસ્ટી ખમણ…

Loading...
Loading...