Loading...

બેડ પર કેટલો સમય તમે Active રહો તો ‘ગુડ સેક્સ’ કહેવાય, તમને ખબર છે ?

સેક્સ કેટલું લાંબું ચાલવું જોઈએ અથવા બેડ પર પણ તમારા પરફોર્મન્સનો કોઈ એવરેજ ટાઇમ હોય છે કે જેના આધારે કહી શકાય કે ‘આ ગુડ સેક્સ હતું.’ મોટાભાગના લોકો ખાસ કરીને પુરુષો સેક્સ અને તેના માટે લાગતા ટાઇમને લઈને ખૂબ જ અતિશયોક્તિવાળા બની જતા હોય છે. કેમ કે તેઓ એવું માને છે કે જેટલો સમય વધુ તેટલા તેઓ વધુ ડિઝાયરેબલ ગણાશે.

Loading...

જોકે જાણીતા કેનેડિયન અમેરિકન સેક્સ થેરાપિસ્ટ દ્વારા કરવામાં આવેલ એક સર્વેમાં નોર્મલ અને એબનોર્મલ એજેક્યુલેટ કરવાની આદતો અંગે પ્રકાશ પાડામાં આવ્યો છે. આ શોધ અહેવાલ મુજબ તેમને જાણવા મળ્યું કે લોકો વિચારે છે કે જો સેક્સ એકથી બે મિનિટ સુધી ચાલે તો તેને ખૂબજ ટૂંકુ ગણવામાં આવે છે. જ્યારે 3થી 7 મિનિટ માટે ચાલેલા સેક્સને પૂરતું ગણવામાં આવે છે. જ્યારે 7થી 13 મિનિટ સુધી ચલાતું સેક્સ પુરુષને ડિઝાયરેબલ કેટેગરીમાં મુકે છે. તો 10થી 30 મિનિટ સુધી ચાલતું સેક્સ ખૂબ જ લાંબા સેક્સની કેટેગરીમાં આવે છે.

જ્યારે એક્ટર કમ મોડેલ મયંકા શર્મા-પટેલે કહ્યું કે, ‘બંને પાર્ટનરને સરખાભાગે આનંદ મળે તેટલું તો સેક્સ ચાલવું જ જોઈએ. તેમજ કઈ પ્રકારે તમે સેક્સ કરો છો તે પણ તમારા ઓર્ગેઝમ સમયને નિર્ધારીત કરે છે. ક્યારેક તમે ઇન્ટેન્સીવ સેક્સ કરો છો અને ક્યારેક તમે એવું સેશન ઇચ્છો છો જે ફન અને કંઈક નવું કરવાના એડવેન્ચરથી ભરપુર હોય. હીકકતમાં તો કેટલો સમય લાગ્યો તે નહીં પણ કેટલો સંતોષ થયો તે મહત્વુનું છે.’

સેક્સ દરમિયાન તે કેટલું લાંબુ ચાલશે અને શું વહેલું તો પુરુ નહીં થઈ જાય તે બાબતના વિચાર કરવા હકીકતમાં તમારી એ એન્જોયેબલ મોમેન્ટને ખતમ કરી નાખશે.એકબીજાની પસંદ-નાપસંદ જણાવી જોઈએ અને તે મુજબ પોતાને ઢાળવા જોઈએ. જો કે ભારતમાં સેક્સ શબ્દ જ એક અપવિત્ર વસ્તુ હોય તેમ ચર્ચાતો નથી પરંતુ ઘણીવાર લાગે તો આ બાબતે તમારે કાઉન્સેલિંગની પણ મદદ લેવી જોઈએ

Loading...
Loading...