Loading...

કિસના ઈશારાને ઓળખો છો? તો આ રીતે ઓળખો Kiss

Small Kiss

Loading...

નાની કિસ પ્રેમનો જોશ બતાવવા માટે નહીં પણ સ્નેહને રજૂ કરતો સંકેત છે. તેનો એવો પણ મતલબ થાય કે, વાતને ધીરે-ધીરે આગળ વધારવાનું વિચારી રહ્યા છે અને હવે સંબંધ આગળ લઈ જવા અંગે વિચારો.

Lip Kiss

જો તે પોતાની જીભનો ઉપયોગ કરે છે, તો સમજી જાવ કે તમારા વિશે વધારે જાણવા માગે છે. જો તમે પણ પાર્ટનરને એક્સાઈટમેન્ટ સાથે કિસ કરો છો તો એવો સંકેત મળે છે કે સંબંધોમાં જોશ અને જુનૂન હંમેશા મજબૂત બનેલો રહેશે.

Head Kiss

આંખો અને માથા પર કરવામાં આવેલી કિસને એંજલ કિસ કહેવાય છે. તેનાથી ખ્યાલ આવે છે કે તે દરેક સ્થિતિમાં સાથે હશે. યુકે લાઈફસ્ટાઈલ વેબસાઈટ લિટલ થિંગ્સના ફિલ મત્ઝના જણાવ્યા પ્રમાણે જે પોતાના પાર્ટનરને એજલ કિસ કરે છે, તેમનું માનવું હોય કે એક-બીજાનો ખ્યાલ રાખવો મુખ્ય છે. આ એક અંતરંગ અભિવ્યક્તિ છે, જે પાર્ટનર્સ વચ્ચેના અંતરને ઘટાડે છે અને બન્ને વચ્ચેની ગેરસમજને કોઈ જગ્યા નથી મળતી.

Neck Kiss

ગર્દન પર કરવામાં આવેલી કિસ તમારા એક્સાઈટમેન્ટને રજૂ કરે છે અને તે વાતને બેડરુમ સુધી લઈ જાય છે. કોરિયોગ્રાફર, મણિકા ઝા (નામ બદલ્યું છે) જણાવે છે કે, હું તે વ્યક્તિને એક મહિનાથી ડેટ કરતી હતી. એક દિવસ અમે ઘરે સાથે ફિલ્મ જોઈ રહ્યા હતા. તે પહેલી વખત મારા ઘરે આવ્યો હતો. માટે અમે બન્ને થોડા અસહજ હતા. તેણે પોતાના હાથથી મારી ગર્દન પર હળવો સ્પર્શ કરવાનું શરુ કર્યું. ધીરે-ધીરે તે મારી ગર્દન પર કિસ કરવા લાગ્યો. હું તેને પસંદ કરતી હતી માટે મે તેને આગળ વધવા દીધો. આ રીતે મામલો બેડરુમ સુધી પહોંચી ગયો. આ ઘટના પછી અમે એકબીજા સાથે વધારે સહજ થઈ ગયા.

Hard Lip Kiss

જો તરબોળ એટલે કે ભીની કિસ થાય તો તમે પાછા ન પડશો. શેરિલ કિર્શેનબોમે પોતાના પુસ્તક ‘ધ સાયન્સ ઓફ કિસિંગઃ વ્હોટ ઓવર લિપ્સ આર ટેલિંગ અસ’માં લખ્યું છે, પુરુષો ભીની, ખુલ્લા મોઢાવાળી, તરબોળ કરી દેનારી કિસ પસંદ કરે છે. સામાન્ય રીતે કિસ તીવ્ર શારીરિક સંબંધ બનાવવા તરફ ઈશારો કરે છે. તે બધી રોક-ટોકને તોડીને બેડરુમ સુધી પહોંચવા માગે છે.

 

Loading...
Loading...