Loading...

દુનિયા નો સૌથી ખતરનાક હાઈવે: છેલ્લા 15 વર્ષમાં 5000 થી વધુ અકસ્માત, 1500નાં મોત

મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે દેશના સૌથી વ્યસ્ત રસ્તાઓમાંનો એક છે. અહીંથી રોજના લાખો વાહનો પસાર થાય છે. વીકેન્ડના દિવસોમાં તો આ હાઈવે પર ચક્કાજામની સ્થિતિ હોય છે. આ હાઈવે પર વાહનો પૂરપાટ દોડતા હોય છે, પરંતુ વારંવાર થતા ગમખ્વાર અકસ્માતોને કારણે પણ આ હાઈવે બદનામ છે.

Loading...

મહારાષ્ટ્રના બે સૌથી મહત્વના શહેરો મુંબઈ અને પુણેને કનેક્ટ કરતા આ હાઈવે પર વારંવાર થતાં અકસ્માતોની તપાસ કરતા એક ચોંકાવનારું કારણ બહાર આવ્યું છે. નવાઈની વાત એ છે કે, છેલ્લા ચાર મહિનામાં જ આ હાઈવે પર થયેલા અકસ્માતમાં 31 લોકોના મોત થયા છે.

બેફામ ગતિથી દોડતાં વાહનો, ટ્રાફિકના નિયમોના ભંગને કારણે તો આ એક્સપ્રેસ હાઈવે પર અવારનવાર એક્સિડન્ટ્સ થતા રહે છે, પરંતુ અકસ્માતોનું સૌથી મોટું કારણ છે હાઈવે પર ઉભા રહેલા વાહનો. હાલના સમયમાં તો મોટાભાગના અકસ્માતો હાઈવે પર સાઈડમાં ઉભા રહેલા વાહનોને કારણે જ થયા છે.

કોઈ કાર કે ટ્રકમાં પંકચર થયું હોય, કે પછી બીજો કોઈ પ્રોબ્લેમ થયો હોય તો તેને હાઈવેની સાઈડમાં પાર્ક કરી દેવાય છે. જોકે, આવા વાહનો પાછળ જ બેફામ સ્પીડમાં દોડતા કાર કે અન્ય વાહનો ઘૂસી જાય છે, અને તેના કારણે ભયાનક અકસ્માત થાય છે.

Loading...
Loading...