Loading...

અમરેલી જીલ્લા ની સિંહ માટે ની દુખદ ઘટના, વાંચી ને તમને પણ થશે કે આવું સિંહ જોડે પણ થતું હશે..

બે બાળ સિંહ ગુમ થવાની બાબતે સિંહ રક્ષકે વન્ય વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. આ બાળક સિંહ અમરેલી જિલ્લાના રાજુલા પાસે આવેલા વિક્ટર બીચ પરથી 15 દિવસથી ગાયબ છે. સિંહ રક્ષક કહે છે કે, વન્ય વિભાગના લોકો હજુ સુધી સિંહને શોધી શક્યા નથી.સિંહ રક્ષકે જણાવ્યું કે, અહીં પાંચ સિંહનું ટોળું ક્યાંકથી આવ્યું હતું, જેમાં બેથી ત્રણ વર્ષથી નાના બાળ સિંહ હતા. બાળ સિંહ ગાયબ થવાની અસર સિંહણ પર જોવા મળી રહી છે.

Loading...

મિતિયાલા સેન્ચ્યુરી એડ્વાઈઝરી કમિટી અને લાયન નેચર ક્લબના સભ્ય ભિખા બાટાવાલા જણાવે છે કે, “અમે નોંધ્યું છે કે બે બાળ સિંહ છેલ્લા 15 દિવસથી ગાયબ થયા છે, જેના કારણે સિંહણ આઘાતમાં છે. આ અંગે અમે વન વિભાગના અધિકારીઓને જણાવ્યું, તેમને બાળ સિંહ શોધવામાં સફળતા નથી સાંપડી”

Loading...
Loading...