Loading...

જાણો નીતા અંબાણી એ આકાશ-શ્લોકાની સગાઈનું સૌપ્રથમ આમંત્રણ કોને આપ્યું

દેશના સૌથી ધનિક વ્યક્તિ Mukesh Ambani ના પુત્ર આકાશ અંબાણીના લગ્ન હીરા ઉદ્યોગપતિ રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે થવાની છે. જો કે લગ્નની તારીખ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ. બંનેના લગ્ન ડિસેમ્બરમાં થવાની શક્યતા છે. આ પહેલા ગોવાની એક ફાઈવ સ્ટાર હોટલમાં પ્રી-એન્ગેજમેન્ટ સેરેમની થઈ હતી. હવે 30 જૂને આકાશ અને શ્લોકાની સગાઈ થવાની છે.

Loading...

એક તરફ ચર્ચા છે કે સગાઈમાં વિદેશની જાણીતી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ અનંત અંબાણી માતા નીતા સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં આમંત્રણ આપવા પહોંચ્યા હતા. સગાઈનું પહેલું ઔપચારિક આમંત્રણ ભગવાન ગણેશને આપવામાં આવ્યું છે.

મુકેશ અંબાણીના પુત્ર આકાશ અને પુત્રી ઈશા બંને જોડકા બાળકો છે. આકાશના લગ્ન રસેલ મહેતાની દીકરી શ્લોકા સાથે થવાના છે. રસેલ મહેતાનો પરિવાર દક્ષિણ મુંબઈમાં રહે છે. આકાશ અંબાણી અને શ્લોકા ધીરુભાઈ ઈંટરનેશનલ સ્કૂલમાં સાથે ભણતા હતા.

મુકેશ અંબાણીના ત્રણેય બાળકોમાં આકાશ સૌથી મોટો છે અને હાલ જિઓનો મુખ્ય રણનીતિકાર છે. અંબાણી અને મહેતા પરિવાર એકબીજાને વર્ષોથી ઓળખે છે. આકાશ અને શ્લોકા બાળપણથી એકબીજાના મિત્રો છે. આકાશ અત્યારે રિલાયંસ જિઓના બોર્ડ મેમ્બર છે જ્યારે શ્લોકા બ્લૂ ફાઉન્ડેશનની ડાયરેક્ટર છે.

Loading...
Loading...