Loading...

Petrol-Diesel પરના ભાવ ઘટાડવા મામલે રૂપાણીએ મોં ફેરવી નાખ્યું અને કહ્યું કંઇક એવું કે તમે સાંભળી ને ચોંકી જશો

petrol diesel ના ભડકે બળતા ભાવ ને લઇ ને દેશભરમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે અને લોકસભાની ચૂંટણીમાં પણ આ મુદ્દો ભાજપને નુકસાન પહોંચાડી શકે છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેટ્રોલ-ડીઝલના ભાવ પર ભાવ ઘટાડવાનો સ્પષ્ટ ઈનકાર કરતા કહ્યું કે, પેટ્રોલ-ડીઝલ પર ભાવ ઘટાડવો શક્ય નથી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલમાં પેટ્રોલ-ડીઝલ પર 20 ટકા વેટ અને 4 ટકા સેસ લેવામાં આવે છે. છેલ્લે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા 10 ઓક્ટોબરે પેટ્રોલ-ડીઝલ પર લેવાતા ટેક્સમાં રાજ્ય સરકારે 4 ટકાનો ઘટાડો કર્યો હતો.

Loading...

આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધવાને પગલે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાનને આંબી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ જો આ રીતે જ વધતા રહ્યા તો 80 રૂપિયાને પાર કરી જશે. દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર પણ તેને લઈને ચિંતિત છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાના રસ્તા શોધી રહી છે.

હકીકત તો એ છે કે રાજ્યો દ્વારા પેટ્રોલ-ડીઝલ પર લેવાતો ટેક્સ ઘટાડવામાં આવે તો ભાવ ઘટી શકે તેમ છે, પણ તેમ કરવા જતાં રાજ્યોની ટેક્સની આવકમાં મોટું ગાબડું પડી શકે તેમ છે. ગુજરાત જેવું રાજ્ય કે જ્યાં પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ જ રાજ્યની આવકનો મોટો સ્ત્રોત છે, ત્યાં મુખ્યમંત્રી રૂપાણીએ ટેક્સ ઘટાડવાનો ઈનકાર કરી દીધો છે, ત્યારે જો કેન્દ્ર કોઈ પગલાં નહીં ભરે તો નજીકના સમયમાં લોકોને તેમાં કોઈ રાહત મળવાની શક્યતા દેખાતી નથી.

રૂપાણી પહેલા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જી તુ વાઘાણીએ પણ પેટ્રોલ-ડીઝલના ભાવો પર ટેક્સ ઘટાડવાની શક્યતા નકારી દીધી હતી. તો, કાયદા અને આઈટી મંત્રી રવિ શંકર પ્રસાદે કહ્યું કે, પેટ્રોલ-ડીઝલના ભાવોને દેશે લાંબા ગાળાની દ્રષ્ટિએ જોવા પડશે

આ પ્રસ્તાવને જીએસટી કાઉન્સિલ સમક્ષ ત્યાં સુધી ન લાવી શકાય, જ્યાં સુધી બધા રાજ્યોના નાણાંમંત્રી તેને મંજૂરી ન આપે.

Loading...
Loading...