Loading...

મોદી સરકાર નો નવો નિયમ, UPSC ની EXAM આપ્યા વગર પણ બની શકાસે ગવર્મેન્ટ અધિકારી

મોદી સરકારે બ્યૂરોક્રેસીમાં પ્રવેશને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર કર્યો છે. હવે અધિકારી બનવા માટે યૂપીએસસીની સિવિલ સર્વિસિ પરીક્ષા પાસ કરવી અનિવાર્ય નહીં રહે. પ્રાઈવેટ કંપનીમાં કામ કરનારા સિનિયર અધિકારીઓ પણ સરકારનો ભાગ બની શકશે. સરકાર તરફથી લાંબા સમયથી પડતર એવા લેટરલ એન્ટ્રીની ઔપચારીક અધિસૂચના બહાર પાડવામાં આવી છે. રવિવારે આ પદોની નિમણૂંક માટે ડિપાર્ટમેંટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ માટે વિસ્તારપૂર્વકની એક ગાઈડલાઈન્સ સાથે એક અધિસૂચના બહાર પાડવામાં આવી છે. સરકાર હવે સર્વિસના નિયમોમાં પણ ફેરફાર કરશે. પીએમ મોદી બ્યૂરોક્રેસીમાં લેટરલ એન્ટ્રીના શરૂઆતથી હિમાયતી રહ્યા છે

Loading...

DoPT તરફથી જાહેર કરવામાં આવેલી અધિસૂચના પ્રમાણે લેટરલ એન્ટ્રીના ઉમેદવારોની મંત્રાલયોમાં જોઈન્ટ સેક્રેટરી પદ પર નિમણૂંક પામશે. તેમનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે અને જો પ્રદર્શન સારૂ રહ્યું તો તેને વધારીને 5 વર્ષ કરવામાં આવશે. આ પદો માટે મહત્તમ ઉંમર નક્કી કરવામાં આવી નથી, જ્યારે ઓછામાં ઓછી ઉંમર 40 વર્ષ રહેશે. તેમનું વેતન કેન્દ્ર સરકારને અંતર્ગત જોઈન્ટ સેક્રેટરી હોદ્દા અનુસાર રહેશે. તમામ સુવિધાઓ પણ તે અનુરૂપ જ મળશે. તેમને સિવિલ સર્વિસના નિયમો અનુસાર કામ કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે, કોઈ મંત્રાલય કે વિભાગમાં જોઈન્ટ સેક્રેટરીનું પદ ખુબ જ મહત્વનું હોય છે. તમામ મોટી નીતિઓને અંતિમ રૂપ આપવામાં કે તેનો અમલ કરાવવામાં તેમનું યોગદાન ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. લેટરલ એન્ટ્રી પામનારા ઉમેદવારો માટે માત્ર ઈન્ટરવ્યુની પ્રકિયા રહેશે અને કેબિનેટ સેક્રેટરીના નેતૃત્વમાં બનતી કમિટી તેમનું ઈન્ટરવ્યું લેશે. યોગ્યતા મુજબ સામાન્ય ગ્રેજ્યુએટ અને કોઈ સરકારી, પબ્લિક સેક્ટર યૂનિટ, યૂનિવર્સિટી ઉપરાંત કોઈ પ્રાઈવેટ કંપનીમા 15 વર્ષનો અનુભવ ધરાવનાર કોઈપણ વ્યક્તિ આ પદ માટે અરજી કરી શકશે. આવેદન આપવાની અંતિમ તારીખ 30 જુલાઈની છે.

Loading...
Loading...