Loading...

પતિ એ પોતાની જ પત્નીના લગ્ન તેના પ્રેમિકા સાથે કરાવ્યા લગ્ન , અને પછી કર્યું કંઇક એવું બધા ના હોંસ ઉડી ગયા

લગ્ન બાદ કોઈ ત્રીજા વ્યક્તિના કારમે પતિ-પત્નીના સંબંધોમાં તણાવ અને છૂટાછેડાના તો ઘણા સમાચાર તમે સાંભળ્યા હશે કે બનાવ જોયા હશે. પરંતુ ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક એવો વિચિત્ર બનાવ બન્યો કે પતિએ મોટું દીલ દાખવતા પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા એટલું જ નહીં તે લગ્નમાં પણ જબરજસ્ત ડાન્સ કર્યો. કપલના લગ્ન હજુ ચાર મહિના પહેલા જ થયા હતા.

Loading...

ફતેહપુરમાં રહેતી શાંતિના લગ્ન ગત 19 ફેબ્રુઆરીના રોજ કાનપુરના ગોપાલ ગુપ્તા સાથે એક સમૂહ લગ્નમાં થયા હતા. જોકે લગ્નના 4 દિવસ પછી જ શાંતિ પોતાના માવતર ચાલી ગઈ હતી. જ્યારે બે દિવસ પહેલા તે પોતાના સાસરે પરત આવી તો તેની સાથે લખનૌમાં રહેતો એક યુવાન રવિ યાદવ પણ હતા. શાંતિએ ગોપાલને તેની ઓળખ માસીયાઈ ભાઈ તરીકે આપી હતી.

પરંતુ તે બાદ સોમવારે સાંજે શાંતિ અને રવિ રિક્ષા દ્વારા બહાર જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ ગોપાલ આવી જતા શાંતિએ કહ્યું કે તે પોતાના કોઈ સંબંધીને ત્યારે બર્થ ડે પાર્ટીમાં જઈ રહી છે અને એક-બે દિવસમાં પરત ફરશે. જોકે ગોપાલને શક જતા તેનો સામાન ચેક કર્યો હતો. જેમાંથી ઘરની તમામ જ્વેલરી અને કપડા મળી આવ્યા હતા.

જે બાદ ગોપાલે શાંતિ અને રવિને પરત ઘરમાં ફરવા મજબૂર કર્યા હતા અને પછી ઘરે સગા-સંબંધીઓની પંચાયત બોલાવી હતી. આ બધી ચર્ચા વચ્ચે શાંતિએ ઘરમાં મોડી રાત્રે પોતાને ફાંસી લગાવવાનો પ્રયાસ કર્યો હતો. પછી સમગ્ર મામલો પોલીસમાં પહોંચતા બધા જ પક્ષો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

જ્યાં શાંતિએ કહ્યું હતું કે તે રવિને પસંદ કરે છે અને તેની સાથે રહેવા માગે છે. જે બાદ ગોપાલે શાંતિ અને રવિના લગ્ન કરાવવાનું જાહેર કર્યું અને પછી મંગળવારે બપોરે પોલીસની હાજરીમાં બંનેના લગ્ન કરાવવામાં આવ્યા. ગોપાલે પોતાની પત્નીના લગ્ન કરાવ્યા તેટલું જ નહીં આ લગ્નમાં જબરજસ્ત ડાન્સ સાથે હસીખુશી પોતાની પત્નીને વિદાય પણ આપી હતી.

Loading...
Loading...