Loading...

સુરતની ડોન ભૂરી પર લાગ્યો કેસ, પોલીસે કરી ધરપકડ

શહેરમાં ધોળા દિવસે હથિયારો સાથે નીકળીને લોકોને ડરાવતી લેડી ડોન ભૂરીની પોલીસે વધુ એક કેસમાં ધરપડડ કરી છે. ભૂરી સામે એક શખ્સ પાસેથી લૂંટ કરવાની ફરિયાદ નોંધાઈ છે, અને ગુરુવારે તેની આ કેસમાં ધરપકડ થઈ હતી. તેને આ કેસમાં 1 દિવસના રિમાન્ડ પર મોકલાઈ હતી. તેને બીજા કેસમાં કોર્ટમાં રજૂ કરાય તેવી પણ શક્યતા છે.

Loading...

ભૂરીનો હાલમાં જ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે હાથમાં તલવાર લઈ એક પાનના ગલ્લાવાળા સાથે માથાકૂટ કરતી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેની સાથે તેનો એક સમયનો દુશ્મન રાહુલ ઉર્ફે ગોડો પણ હતો. ભૂરી આ પાનના ગલ્લે બાઈક પર આવી હતી, અને તેણે હથિયાર બતાવી દુકાનદારને ધમકાવ્યો હતો.

ભૂરીએ વરાછાની વર્ષા સોસાયટીમાં આવેલા પંડિત પાન સેન્ટરના માલિક બિમલેશ નામદેવને ધમકાવ્યો હતો, અને તેની પાસેથી 500 રુપિયા લઈને તે બાઈક પર ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. આટલું જ નહીં, 23 મેના રોજ ભૂરીએ શાકભાજીવાળાના દીકરાને રોક્યો હતો, અને તને ધમકી આપી તેની પાસેથી બાઈક છીનવીને ભાગી ગઈ હતી.

પોલીસે ભલે ભૂરીની લૂંટ કેસમાં ધરપકડ કરી હોય, અને હાલ તેને લોકઅપની હવા ખાઈ રહી પડી હોય, પરંતુ એટલું ચોક્કસ છે કે ભૂરીને જાણે આ બધી ઘટનાથી કોઈ ફરક પડતો જ નથી.
ભૂરીએ હથિયાર સાથે જાહેરમાં દાદાગીરી કરી હોય તેવો આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ તે વરાછામાં જ હોળીના તહેવારમાં તલવાર સાથે નીકળી હતી, અને કેટલાક યુવકો સાથે તેણે ગાળાગાળી કરીને તેમની સાથે ઝઘડો કર્યો હતો. આ વીડિયો વાયરલ થતા જ ભૂરી ઉર્ફે અસ્મિતા લેડી ડોન તરીકે કુખ્યાત બની હતી.

Loading...
Loading...