Loading...

Hardik Patel ના પર થયો પથ્થરમારો, તો કોંગ્રેસના નેતાએ બંદૂક કાઢી ને કર્યું કઇક આવું ?

મધ્યપ્રદેશના જબલપુરમાં કોંગ્રેસના નેતાનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં કોંગ્રેસના નેતા હાથમાં બંદૂક લઈ લોકોને ભગાડતા નજરે પડી રહ્યા છે. આ ઘટના બુધવારની છે, જેમાં કિસાન ક્રાંતિ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાટીદાર નેતા Hardik Patel ની કાર પર કેટલાક અજાણ્યા લોકોએ કથિત રીતે બે સ્થળે ઇંડાં, ચપલ તથા પથ્થર ફેંક્યાં હતાં.

Loading...

Hardik Patel ના કાફલાની એક પછી એક ગાડીઓ પસાર થઈ રહી છે ત્યારે અચાનક એક ગાડી પર ત્યાં ઊભેલા લોકો ઇંડાં અને શાહી ફેંકે છે, જેથી ગાડીઓનો કાફલો અટકી પડે અને તેમાંથી લોકો બહાર ઊતરે. ત્યાર બાદ એક ગાડીમાંથી કોંગ્રેસના નેતા ઊતરે છે અને બંદૂક હાથમાં લઈ લોકોની પાછળ ભાગે છે.

આ વર્ષે નવેમ્બરમાં મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી હાર્દિક અહીં કિસાન ક્રાંતિ સેના દ્વારા આયોજિત એક સભામાં હાજરી આપવા આવ્યો હતો. હાર્દિકની સાથે કારમાં ઉપસ્થિત કોંગ્રેસના નેતા સંજય યાદવે કહ્યું છે કે, ‘જ્યારે અમે પનાગરમાં આયોજિત સભામાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે રાનીતાલ વિસ્તારમાં આવેલા ભાજપના કાર્યાલય નજીક બાઇક પર આવેલા કેટલાક અજાણ્યા લોકોએ અમારી કાર પર ઇંડાં અને ચપલ ફેંક્યાં હતાં.’ તેમણે દાવો કર્યો છે કે, ‘આ દરમિયાન તેઓ રિવોલ્વર પણ બતાવી રહ્યા હતા.’

સંજય યાદવે આરોપ લગાવ્યો છે કે, ‘હાર્દિકની કાર પર અહીં આધારતલ વિસ્તારમાં ઇંડાં અને પથ્થર મારવામાં આવ્યાં હતાં, પરંતુ અત્યાર સુધી આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ નથી. જોકે આ ઘટનામાં કોઈ ઇજા થઈ નહોતી.’ બીજી તરફ હાર્દિકે આ હુમલા માટે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના સમર્થકોને જવાબદાર ઠેરવ્યા છે. હાર્દિકે ટ્વિટર પર આ હુમલા વિશે રાજ્યના મુખ્યમંત્રીના સમર્થકોને જવાબદાર ગણાવ્યા છે.

Loading...
Loading...