Loading...

SBI બેંક એ FD ના દરમાં વધારો કર્યો, જુઓ કેટલો થશે ફાયદો

ભારતની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ ₹એક કરોડથી નીચેની રિટેલ ફિક્સ્ડ ડિપોઝીટ પરના વ્યાજદર 25 બેસિસ પોઇન્ટ સુધી વધાર્યા છે, જે 28 may થી અમલ બની ગયા છે.

Loading...

Sbi bank ની વેબસાઇટ પ્રમાણે બેન્કે 5 બેસિસ પોઇન્ટથી 25 બેસિસ પોઇન્ટ સુધીનો વધારો કર્યો છે. એકથી બે વર્ષ સુધીની ટર્મ ડિપોઝીટ પર 6.4 ટકાને બદલે 6.65 ટકા વ્યાજ મળશે. સિનિયર સિટીઝનને એકથી બે વર્ષની ડિપોઝીટ પર 6.9 ટકાને બદલે 7.15 ટકા મળશે. બેથી ત્રણ વર્ષની ડિપોઝીટ પર 7.15 ટકા વ્યાજ મળશે. આ રેટ ₹એક કરોડથી નીચેના મૂલ્યની FD પર લાગુ પડશે.

એક કરોડથી 10 કરોડ રુપિયા વચ્ચેની બલ્ક ડિપોઝીટ અને એકથી બે વર્ષની ડિપોઝીટ પર સાત ટકા અને સિનિયર સિટિજનને 7.5 ટકા વ્યાજ મળશે. બાકીની તમામ પાકતી મુદતની FD પર વ્યાજદર યથાવત રાખવામાં આવ્યા છે. જેમ કે, 7 દિવસથી 45 દિવસની પાકતી મુદતની થાપણો પર 5.75 ટકાનો વ્યાજદર, 46 દિવસથી 179 દિવસની ડિપોઝીટ પર 6.25 ટકા અને 180 દિવસની થાપણ પર 6.35 ટકા વ્યાજ આપવામાં આવશે.

Loading...
Loading...