Loading...

Sasan Gir – 2 વર્ષમાં 184 સિંહ, સિંહણ અને સિંહબાળના મોત, વધુ માહિતી માટે ક્લિક કરો …

કરોડોની ગ્રાન્ટ હોવા છતાં મોતના કૂવાઓ વર્ષોથી ખુલ્લા હોવાથી વન્ય જીવના મોત વધુ ને વધુ જોવા મળે છે. રાજય સરકાર દ્વારા વન્ય જીવોને અભય બનાવવાની જાહેરાત કરાઇ છે ત્યારે છેલ્લા બે વર્ષમાં કુલ ૧૮૪ સિંહ, સિંહણ અને સિંહ બાળના મૃત્યુ થયાનો ચોંકાવનારો આંકડો વિધાનસભામાં બહાર આવ્યો છે. ૧૮૪માંથી ૩૨ સિંહના મૃત્યુ અકુદરતી રીતે થયેલા છે ત્યારે ગીર જંગલ વિસ્તારમાં વર્ષોથી ખેતરો માં ખુલ્લા કૂવાઓ આવેલા છે અને વન વિભાગ દ્વારા તેની આજુબાજુ દીવાલ બનાવવા માટે કરોડો રૂપિયા ફાળવાયા હોવાનો વર્ષોથી દાવો કરાય છે છતાં આજદિન સુધી તે કામ પૂર્ણ થઇ શકયું નથી. વન વિભાગ દ્વારા જણાવાયું છે કે, અકદુરતી રીતે મૃત્યુ પામ્યા હોય તેમાં ૭ મોટા સિંહ, ૧૭ સિંહણ છે અને ૯ જેટલા સિંહ બાળ છે. માનવસર્જીત ભૂલ કે વન વિભાગની બેદરકારીથી આ સિંહના મૃત્યુ થયા હોવાનું તે પરથી ફલિત થાય છે.

Loading...

ગીર અભ્યારણ્ય અને નેશનલ પાર્કમાં વસતા સિંહ તથા અન્ય પ્રાણીઓ દીવાલ વિનાના ખુલ્લા કૂવાઓમાં પડીને મૃત્યુ પામે છે તે હકીકત સાચી હોવાનો સવાલ કર્યો છે જેના લેખિત જવાબમાં વન વિભાગે આ રીતે મૃત્યુના કેટલાક કિસ્સા બન્યા હોવાની કબૂલાત કરી છે.

અમરેલી જિલ્લામાંથી પસાર થતા સુરેન્દ્રનગર-પીપાવાવ રેલવે ટ્રેક આજુબાજુ ચેઇનલીંક ફેન્સિંગ, અભ્યારણ્ય વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર સ્પીડ બ્રેકર અને વન્ય પ્રાણી મિત્રની નિમણૂક કરીને અકુદરતી મૃત્યુ અટકાવવા પગલા લીધા હોવાનો વન વિભાગે દાવો કર્યો છે.
એશિયાટીક સિંહ ગુજરાતનું ગૌરવ છે અને હાલ તેની સંખ્યા ૫૨૩ની છે.

Loading...
Loading...