Loading...

ગુજરાતમાં મેઘરાજાની પધરામણી: સૌરાષ્ટ્ર માં ભારે પવન સાથે વરસાદ

રાજ્યભરમાં ગરમીએ માજા મુકી, લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા, એવામાં સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદી ઝાપટાથી ઠંડક પ્રસરી ગઈ છે. લોકોએ ગરમીમાંથી અચાનક છૂટકારો મળતા રાહતનો શ્વાસ લીધો છે. આ બાજુ ખેડૂતોમાં પણ આનંદનો માહોલ છવાઈ ગયો છે.

Loading...

મળતી માહિતી મુજબ, અમરેલીના સાવરકુંડલાના ગામામો ધોધમાર વરસાદ વરસતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. નાવલી નદીમાં પૂર આવી ગયું છે. સાવરકુંડલાના આસપાસના ગામમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. નાવલી નદીમાં પુર ાવતા રીતસર એક કાર તણાઈ છે. સૌરાષ્ટ્રના અમરેલી જીલ્લાના સાવરકુંડલા શહેરના આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યાના સમાચાર મળી રહ્યા છે.

Loading...
Loading...