Loading...

હવે થી અમદાવાદમાં નહીં મળે પાણીના પાઉચ, જાણો આના પાછળ નું કારણ

5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસના રોજ અમદાવાદ મહાનગર પાલિકાએ શહેરમાં પ્લાસ્ટિકના પાણીના પાઉચ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત પ્લાસ્ટિકના કપના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Loading...

અમદાવાદના મેયર ગૌતમ શાહે મંગળવારે સાંજે જાહેરાત કરી કે હવે અમદાવાદ શહેર વિસ્તારમાં પાણીના પાઉચ વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ ઉપરાંત જે કોઈ વ્યક્તિ વેચાણ કરતા પકડાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત શહેરભરમાં ચાલતી ચાની કિટલી પર પ્લાસ્ટિકના કપનો ઉપયોગ કરવામાં આવે છે તેની ઉપર પણ AMCએ પ્રતિબંધ મૂકી દીધો છે.

અમદાવાદ કલેક્ટરે પણ કલેક્ટર કચેરીને નો પ્લાસ્ટિક ઝોન બનાવવાની જાહેરાત કરી છે. એટલે કે આ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ પ્લાસ્ટિકની બેગનો પણ ઉપયોગ નહીં કરે. આ ઉપરાંત કલેક્ટર કચેરીમાં આવતા લોકોને શણની બેગ આપવામાં આવશે. જેથી તેઓ પ્લાસ્ટિક બેગને બદલે શણની બેગનો ઉપયોગ કરી શકે.

Loading...
Loading...