Loading...

અમદાવાદમાં જોવા મળ્યો પટેલ નો પાવર: ઉમિયા ધામ માટે 100 કરોડ નું માંગ્યું દાન, દાન માં મળ્યા 150 કરોડ…

દુનિયાભરમાં પટેલ સમાજ ધનિક સમાજ છે તેવી વાતો થઇ રહી છે. ત્યારે ગુજરાતમાં પાટીદારોએ વિશ્વ ઉમિયા ફાઉંડેશન (વીયૂએફ)એ મંદિર અને કમ્યુનિટી કૉમ્પ્લેક્સ માટે 3 કલાકમાં 150 કરોડ રૂપિયા એકત્ર કર્યા. પાટીદાર સમાજ દ્વારા વીયૂએફની પ્રથમ બેઠક રવિવારે રાખવામાં આવી હતી. આ બેઠક માં ઉમિયાધામ મંદિર બનાવવામાં માટે લોકો ને દાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. અમદાવાદ ના લોકોએ ઉમિયાધામ મંદિર બનાવવા માટે મન મૂકીને દાન કર્યું, એક-એક મિનિટે 84 લાખ રૂપિયા દાન કર્યા.

Loading...

વિશ્વભરના કડવા પાટીદારોને એક મંચ પર લાવનાર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સુશિક્ષિત, સામર્થ્યવાન અને સંગઠિત સમાજના નિર્માણના સંકલ્પ સાથે અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ નજીક 100 વીઘા જમીનમાં 1000 કરોડ રૂપિયાના ખર્ચે 5 વર્ષમાં પાટીદાર એમ્પાવરમેન્ટ હબ તૈયાર કરવામાં આવશે. જેમાં ઉમિયા માતાજી નું 80 મીટર ઊંચુ શિખર બંધ મંદિર બનાવ ની સાથે સાથે શાળાઓ પણ બનાવામાં આવશે.

ઉમિયાધામમાં કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતાનુ ભવ્ય મંદિર બનશે. આ સાથે જ અહી એજ્યુકેશન ઈંસ્ટીટ્યુટ, હોસ્પિટલ, ગર્લ્સ અને બોયઝ માટે અલગ અલગ હોસ્ટલ પણ બનાવાશે.

આ મંદિરમાં પાટીદાર સમાજનો ઇતિહાસ રજૂ કરવામાં આવશે. ઉપરાંત કેમ્પસમાં યુનિવર્સિટી, આરોગ્યધામ, હોસ્ટેલ સહિત અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેનાથી સમાજ ને આગળ જતા ઘણું ઉપયોગી થશે.

આ પ્રોજેક્ટનુ રોકાણ લગભગ 1000 કરોડ રૂપિયા નું છે. અમેરિકામાં હોટલ ચલાવનારા CK પટેલ તેના સંયોજક છે. ઉમિયા ફાઉંડેશને 100 કરોડ રૂપિયા એકત્ર કરવાની અપીલ કરી હતી. પણ અમદાવાદી પાટીદાર એ દાન કરી ને 150 કરોડ ની રકમ એકત્ર કરી લીધી છે.

આ પ્રોજેક્ટ પૂરો થતો આશરે 5 વર્ષ જેટલો સમય લાગશે. આ મિટિંગ માં મુંબઈના એક પટેલ પરિવારે એ 51 કરોડ નું દાન આપ્યું. આ પરિવાર એ 7 વર્ષ પહેલા ગોરેગાવમાં ઉમિયા માતાના મંદિર માટે જમીન આપી ચુક્યુ છે.

Loading...
Loading...