Loading...

નીતા અંબાણી ના છોકરા આકાશ ની એન્ગેજમેન્ટ સેરેમનીનું કાર્ડ, તમે જોયું?


મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીની ડાયમંડ કિંગ રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે સગાઈ થવાની છે. જાણકારી મુજબ બંનેની આગામી 30 જુન 2018ના દિવસે એન્ગેજમેન્ટ સેરેમની યોજાવાની છે. હાલમાં જ આ માટે નીતા અંબાણી દીકરા અનંત અંબાણી સાથે બોક્સની સાઈઝનું કાર્ડ લઈને મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરે ગણપતિને સૌથી પહેલું આમંત્રણ કાર્ડ આપવા માટે પહોંચ્યા હતા. જોકે હવે આ એન્ગેજમેન્ટ સેરેમનીનું કાર્ડથી અંદરથી કેવું છે તેનો વીડિયો સામે આવ્યો છે.

Loading...


નીતા અંબાણી હાથમાં જોવાયેલું કાર્ડ બહારથી એક સફેદ બોક્સ જેવું હતું. જ્યારે તેને ખોલો છો તો અંદર સૌથી પહેલા ગણપતિનું મંદિર દેખાય છે. આ મંદિરમાં કાચનો દારવાજો અને ગણપતિ દાદાની મૂર્તિ છે. મંદિરની ઉપરના ભાગ પર એન્ગેજમેન્ટ કાર્ડ મૂકવામાં આવ્યું છે.


એક મેગેજિને હાલમાં જ આકાશ અને શ્લોકાના એન્ગેજમેન્ટ સેરેમનીના ઈન્વીટેશન કાર્ડનો વીડિયો પોસ્ટ કર્યો છે. કાર્ડ પરની માહિતી મુજબ આ એન્ગેજમેન્ટ સેરેમની મુંબઈમાં આવેલા અંબાણી પરિવારના નિવાસસ્થાન અંતિલિયામાં યોજાશે. હાલમાં આ ઈન્વીટેશન કાર્ડનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

Loading...
Loading...