Loading...

NIPAH વાયરસથી આખી દુનિયા ભલે ડરતી હોય પરંતુ આ ગુજ્જુ વુમન કેમ ડરતી નથી, જાણો આના પાછળ નું રહસ્ય

જ્યારે દેશભરમાં NIPAH વાઇરસના કારણે મેડિકલ ઇમર્જન્સી જેવો માહોલ છે. અને દેશના તમામ ચામાચિડિયા શંકાની નજર હેઠળ છે ત્યારે ગુજરાતના અમદાવાદથી 50 કિમી દૂર આવેલ ગામ રાજપુરમાં એક વયોવૃદ્ધ મહિલા પોતાના ઘરમાં 400 જેટલા ચામાચિડિયા વચ્ચે રહે છે અને તેમને આ વાયરસની જરા પણ બીક નથી.

Loading...

રાજપુર ગામમાં 2 રુમના મકાનમાં રહેતા શાંતાબેન પ્રજાપતિ(74)ના ઘરમાં 400 જેટલા ચામાચિડિયા રહે છે. ગામ લોકો તેમને ‘ચામાચિડિયવાળા બા’ તરીકે ઓળખે છે. અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ‘હા, મે નિપહા વિશે સાંભળ્યું છે. પરંતુ મને જરા પણ ડર નથી. હું અહીં દાયકાથી આ ચામાચિડિયા સાથે રહું છું અને તેઓ હવે તો મારા પરિવાર જેવા છે. તેઓ આરામથી રહી શકે તે માટે મે મારા ઘરમાં સુવાનું અને રસોઈ બનાવવાનું પાછળના વાડામાં શિફ્ટ કરી નાખ્યું છે. હવે તો ઘરમાં ફક્ત થોડીઘણી વસ્તુઓ જ મારી છે.’

શાંતાબેનના ઘરમાં પ્રવેશો એટલે દરેક દિવાલ અને છત પર તમને ચામાચિડિયાની કોલોની જ વસેલી જોવા મળે. તેમના કહેવા મુજબ લગભગ એકાદ દાયકા પહેલા ચામાચિડિયાના એક પરિવારે અહીં મારા ઘરની દિવાલ પર રહેવાનું શરું કર્યું. શરુઆતમાં તો શાંતાબેન તેમનાથી ડરતા હતા. નિષ્ણાંતોએ આ ચામાચિડિયાને ગ્રેટર માઉસ ટેઇલ્ડ પ્રજાતીના હોવાનું કહ્યું છે.

શાંતાબેનના 30 વર્ષના હતા ત્યારે જ તેમના પતિ તો ઇલેક્ટ્રિક્ટ શોકના કારણે મૃત્યુ પામ્યા હતા. જે બાદ તેમણે ખેત મજૂરી કરીને ચારેય બાળકોને ભણાવ્યા, ગણાવ્યા અને મોટા કર્યા છે. ચામાચિડિયા દ્વારા કરવામાં આવતી ગંદકીને સાફ કરવા માટે તેઓ દિવસમાં બેવાર લીમડા અને કપૂરનો ધુમાડો કરે છે અને પછી તે ગંદકીને સાફ કરે છે.

Loading...
Loading...