Loading...

જાણો શા માટે Hardik Patel ની સ્પેશિઅલ કેટેગરીની સુરક્ષા પાછી ખેંચી લેવાઈ?

Surat: PAAS convener Hardik Patel as he arrives at a court, in Surat on Friday. PTI Photo(PTI11_3_2017_000195B)

કેન્દ્રની મોદી સરકારે પાટીદાર અનામત આંદોલન સમિતિ ના કન્વીનર Hardik Patel ની Y+કેટેગરીની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. સુરક્ષા મુલ્યાંકન બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. નવેમ્બર 2017માં ઈન્ટેલિજન્સ બ્યૂરોના રિપોર્ટ બાદ Hardik Patel ને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. જોકે, Hardik Patel નું કહેવું છે કે, સુરક્ષા પાછી ખેંચી લેવાયા અંગે તેને કોઈ જાણ કરાઈ નથી.

Loading...

હાર્દિક પટેલને વાય પ્લસ કેટેગરી અંતર્ગત કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળ ના 8 જવાનોની સુરક્ષા મળી હતી. Y+ સિક્યોરિટીથી સજ્જ હાર્દિક ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરતો જોવા મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, હાર્દિકની સુરક્ષા હટાવવાનો નિર્ણય કેન્દ્રિય ગૃહ મંત્રાલયે ગઈકાલે મંગળવારે લીધો હતો અને ત્યારબાદ આ નિર્ણય અંગે સીઆઈએસએફના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ, કેન્દ્રિય ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, ઈન્ટેલિજન્સ બ્યૂરો તરફથી સુરક્ષાની સમીક્ષા કરાયા બાદ આ નિર્ણય લેવાયો હતો. સમીક્ષામાં જણાયું હતું કે, હવે Hardik Patel ના જીવને કોઈ જોખમ નથી, એટલે સુરક્ષા હટાવવાનો નિર્ણય લેવાયો હતો.

Loading...
Loading...