Loading...

હેડ કોન્સ્ટેબલે SP ને મોકલ્યો રજા લેવા માટેનો લેટર, પત્નીને મારવી છે, આપો રજા……….

છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં એક આશ્ચર્યજનક મામલો સામે આવ્યો છે. અહિ એક પોલીસ કર્મચારીએ એસપીને પત્ર લખીને પોતાની પત્નીને મારવાની પરમિશન માગી છે. પોલીસકર્મચારી હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરી રહ્યો છે.હકીકતમાં આગામી 25 જૂનના રોજ છત્તીસગઢ પોલીસમાં રહેલા કર્મચારીઓનો પરિવાર રાજધાની રાયપુરમાં પ્રદર્શન કરવાનો છે. આ મામલે પોલીસ બેડામાં ભૂકંપ આવ્યો છે. સરકાર કોશિશ કરી રહી છે કે પોલીસકર્મચારીઓ પોતાના પરિવારને ત્યાં જતાં રોકે.

Loading...

આ જ કારણોસર રાયગઢ જિલ્લામાં નોકરી કરતાં હેડ કોન્સ્ટેબલ સંજય કુમારે જિલ્લાના પોલીસ અધિકારીઓને એક લેટર લખ્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે તેની પત્ની એક મોટા રાજનૈતિક પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પત્નીની સલાહથી જ તે બધા કામ કરે છે. તેની પત્ની રાયપુરમાં 25 જૂનમાં થનારા પ્રદર્શનમાં જવા ઈચ્છે છે.

આ વિનંતી પત્રમાં અંતે લખ્યું છે કે તેની પત્નીને ડરાવવા ધમકાવવા માટે રજા આપવામાં આવે. આ લેટરની કોપી સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થઈ રહી છે. આ કોપી પર એસપીએ શું જવાબ આપ્યો છે તેની હાલ કોઈ જાણકારી નથી.

Loading...
Loading...