Loading...

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળી મોતની ધમકી, જાણો કોણ છે આ યુવક અ ને એની પાછળ નું કાવતરું

ગુજરાત ના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મોતની ધમકી મળી. અને આ ધમકી આપનાર કચ્છ ના બે માલધારી યુવકો છે. લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા બંને માલધારી ની ધરપકડ રવિવારે કરવામાં આવી છે. આ બંને માલધારી મેઘાપર ગામના છે.

Loading...

નીતિન પટેલને ધમકી આપવા પાછળ નું કારણ ગુજરાત ના મહેસાણામાં રાજુ રબારી નામના વ્યક્તિ ની હત્યા થઇ હતી આ બંને માલધારી દુઃખી હતા, જેથી તેમણે નીતિન પટેલને ધમકી આપતો વીડિયો બનાવ્યો હતો.આ વીડિયોમાં કહ્યું હતું કે, નીતિન પટેલ જો કચ્છમાં પ્રવેશ કરશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે અને ચૂંટણી 2019 માં સરકારને આ પરિણામ ભોગવવું પડશે.

આ વિડીયો ગુજરાત માં ઘણો વાયરલ થઇ રહો છે અને આ વીડીયો યુય્યુબ ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વ્યક્તિ ની ધરપકડ કરી લેવા માં આવી છે.
માલધારીઓ તેમના સમાજના રાજુ રબારી માટે સરકાર પાસે ન્યાય માગી રહ્યા છે. રાજુ રબારીની હત્યા 25 જુલાઈએ મહેસાણા જિલ્લાના રાજપુર ગામે થઈ હતી.
જ્યારથી રાજુ રબારીની હત્યા થઈ છે ત્યારથી રાજપુર અને આસપાસના વિસ્તારોમાં અશાંતિનો માહોલ છે. માલધારીઓનો દાવો છે કે, રાજુ રબારી ગૌ રક્ષક હતો અને તેને ગૌ હત્યા કરતાં કેટલાક શખ્સોએ મારી નાખ્યો છે.

Loading...
Loading...