Loading...

CM રુપાણી ના ઘર સામે જ દલિત સ્ત્રી નો આત્મહત્યા નો પ્રયાસ

મુખ્યમંત્રી વિજય રુપાણીના રાજકોટ ખાતેના નિવાસસ્થાનની બહાર દલિત પરિવારના 4 સભ્યોએ આત્મદાહનો પ્રયાસ કરતા તમની ધરપકડ કરવામાં આવી હતી. બુધવારે બનેલી આ ઘટનામાં પોલીસે કહ્યું કે, ‘રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નાની અમરેલી ગામના નિવાસી હેતલ મકવાણા, રાજકોટ શહેરના નાના મૌવા રોડ પર આવેલ આમ્બેડકર નગરમાં રહેતા દક્ષા મહિધા, ધર્મિષ્ઠા ખિમસુરીયા અને સંજય ખિમસુરીયાએ જ્યારે પોતાના પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.’

Loading...

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, ‘આગોતરા સુરક્ષાના પગલાને જોતા અમે પહેલાથીજ CM રુપાણીના બંગલે પોલીસ સ્ટાફ, ફાયર બ્રિગેડ તેમજ એમ્બ્યુલન્સને હાજર રખ્યા હતા.’

ગત 17મી મેના રોજ રમેશ મકવાણાએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખાતે પેપર મિલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જે વાતનો ખાર રાખીને 19મી મેના રોજ પેપર મિલના માલિક અમ્બા વાડોદરીયાની સાથે કુલ 14 વ્યક્તિઓએ લોખંડના પાઇપ સાથે રમેશ મકવાણા પર હીચકારો હુમલો કર્યો હતો.

Loading...
Loading...