Loading...

ડે ધના ધન – રસ્તા પર જ એકબીજાને કિસ કરવા લાગ્યું કપલ, વીડિયો વાઇરલ

દક્ષિણ મુંબઈના અતિ વ્યસ્ત વિસ્તાર મરીન ડ્રાઇવમાં ગુરુવારે એક યુગલ અંતરંગ થઈ ગયું હતું. આ વિસ્તારમાં સેંકડો વાહનો અવરજવર કરી રહ્યાં હતાં, ત્યાં આ યુગલ જાહેરમાં રોડ ડિવાઇડર પર બેસીને એકબીજાને કિસ કરી રહ્યું હતું. કોઈકે તેમનો વીડિયો પણ બનાવી દીધો હતો.

Loading...

કેટલાક લોકોએ પોલીસ કન્ટ્રોલ રૂમને આ વિશે જાણ કરી હતી, તો કેટલાક લોકોએ પોલીસ આવી ત્યાં સુધીમાં તેમનો વીડિયો બનાવી દીધો. રોડ ડિવાઇડર પર આ રોમાન્સનો વીડિયો શુક્રવારે સાંજે વાઇરલ થયો હતો.

પોલીસ ત્યાં પહોંચી તો આ યુગલે જલદી જલદી તેમનાં કપડાં ઠીક કરી ત્યાંથી ચાલતી પકડી હતી. રસ્તાની બંને બાજુ ભારે ટ્રાફિકને કારણે પોલીસ યુવતીને પકડી શકી હતી, જ્યારે તેનો પ્રેમી ત્યાંથી નાસી છૂટવામાં સફળ થયો હતો. આ પ્રેમી યુવક દેખાવમાં વિદેશી લાગતો હતો.

પોલીસના જણાવ્યાનુસાર, મહિલાની માનસિક હાલત ઠીક ન હોવાનું માલૂમ પડે છે. તેને મહિલા સુરક્ષા કેન્દ્ર મોકલી દેવાઈ છે, જ્યારે આ મામલે તપાસ હાથ ધરાઈ છે. મહિલાએ પ્રાથમિક પૂછપરછમાં કહ્યું છે કે, તે ગોવાની છે, પણ બાદમાં તેણે ફેરવી તોળ્યું હતું.

Loading...
Loading...