Loading...

રથયાત્રાના એક દિવસ અગાઉ Ahmedabad શહેરમાંથી મળ્યા બોમ્બ અને પિસ્તોલ

શહેરમાંથી 14મી તારીખે શનિવારે 141મી રથયાત્રા નીકળવાની છે તે પહેલા શહેરમાંથી દેશી બનાવટના બોમ્બ અને પિસ્તોલ ઝડપાયા છે. મંગળવારે રાત્રે ગોમતીપુર પોલીસે હાથ ધરેલા ઓપરેશનમાં ક્રુડ બોમ્બ, 12 પાઈપ બોમ્બ અને દેશી બનાવટની પિસ્તોલ સાથે કેરોસિન ભરેલી બોટલ એક ઘરની છત પરથી મળી આવ્યા છે. ગુડ્ડુ નામના શખસના ઘરની છત પરથી આ ઘાતક સામાન મળ્યો છે જેનું નામ પોલીસ ચોપડે બુટ્લેગર તરીકે નોંધાયેલું છે.

Loading...

શહેરમાંથી રથયાત્રાના એક દિવસ અગાઉ બોમ્બ મળી આવવાની ઘટનાને લઈને ચિંતાઓ વ્યક્ત કરાઈ રહી છે ત્યારે એડિશનલ કમિશનર ઓફ પોલીસ, અશોક યાદવ, સેક્ટર-2એ આ અંગે જણાવ્યું છે કે, “જે સ્થળ પરથી આ બોમ્બ મળી આવ્યા છે તે જગ્યા આવતીકાલે યોજાનારી રથયાત્રાના રુટ કરતા ઘણાં અંતરે આવેલી છે.”

ડેપ્યુટી કમિશન ઓફ પોલીસ હિમાંશુ સિંઘે જણાવ્યું છે કે, આ બોમ્બ તાજેતરમાં જ બનાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. જોકે, હજુ સુધી આ ઝડપાયેલો સામાન અને રથયાત્રા વચ્ચે કોઈ કનેક્શન હોવાની વાત સામે આવ્યું નથી. આ બોમ્બનો ક્યાં ઉપયોગ કરવામાં આવવાનો હતો તે અંગે પણ તપાસ કરવામાં આવશે તેમ હિમાંશુ સિંઘે જણાવ્યું છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતોમાં સામે આવ્યું છે કે, જ્યાંથી બોમ્બ મળ્યા છે તે જગ્યા પર સરળતાથી કોઈ પણ પહોંચી શકે તેમ છે, માટે ગુડ્ડુને ફસાવવા માટે અન્ય દ્વારા આ પ્રકારનું કાવતરું કરવામાં આવ્યું હોય તે વાતને નકારવામાં નથી આવી રહી. જોકે, આ બોમ્બ ક્યાંથી આવ્યા અને કયા ઉપયોગ માટે રખાય હતા તે વધુ પોલીસની તપાસ અને પૂછપરછ બાદ સામે આવશે.

Loading...
Loading...