Loading...

ગુજરાત માં ધોરણ 12 ના પરીક્ષા કેન્દ્ર પરથી 200 કિલો કાપલી ઝડપાઈ

છેતરપિંડીનું પણ વજન હોય છે!, આ વાતની સાબિતી મળી જ્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ના અધિકારીઓને 200 કિલો કાપલીઓ મળી આવી. માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં યોજાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ચોરી માટે જૂનાગઢ જિલ્લાના વંથલીના પરીક્ષા કેંદ્રમાંથી કાપલીઓ મળી. બોર્ડના અધિકારીઓને માઈક્રો સાઈઝમાં કોપી કરાયેલી કાપલીઓ પેક કરવા માટે 20 કોથળાની જરૂર પડી.

Loading...

આ બાબતનો ખુલાસો બુધવારે ગુજરાત બોર્ડની પરીક્ષા સમિતિ સામે સુનાવણી દરમિયાન થયો. પરીક્ષા સમિતિએ મામલાની ગંભીરતાને જોતાં સેંટરના એક્ઝામ કોઓર્ડિનેટર અને નિરીક્ષકોને સમન પાઠવવાનું નક્કી કર્યું છે. બોર્ડના વાઈસ ચેરમેન એન.સી. શાહે કહ્યું કે, “15 વિદ્યાર્થીઓને સમન પાઠવવામાં આવ્યું છે. અને સુપરવાઈઝર્સ અને સેંટર કોઓર્ડિનેટરને પણ 31 મેએ સમન પાઠવવામાં આવશે.”

DEO કેલ્લાએ કહ્યું કે, “કાપલીઓની બાબત ધ્યાનમાં રાખીને અમે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓને કાપલીઓ કે બીજો કોઈપણ રીડિંગ મટિરિયલ સાથે હોય તો તે આપી દેવા માટે કડક સૂચન કર્યું. કેમેસ્ટ્રીની પરીક્ષા પહેવા અમે 3 વખત પરીક્ષાર્થીઓને ચેતવણી આપી હતી. અને દરેક ચેતવણી પર વિદ્યાર્થીઓએ બોર્ડના અધિકારીઓને કાપલી સોંપી દીધી. જે બાદ ચાલુ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓની જડતી લેતાં 15 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી કાપલી મળી.”

Loading...
Loading...