Loading...

14 વર્ષના પોર્ન-એડિક્ટ છોકરા એ મોટી બહેન નો જ કર્યો બળાત્કાર

પોર્નોગ્રાફી જોવાની આદતને કારણે 14 વર્ષના કિશોરે પોતાની જ 16 વર્ષીય સગી બહેન પર બળાત્કાર ગુજારવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર ઘટના ત્યારે સામે આવી 16 વર્ષીય યુવતી ગર્ભવતી હોવાનું સામે આવ્યું. આરોપી કિશોરને જુવેનાઈલ હોમમાં મોકલી આપવામાં આવ્યો છે.

Loading...

ગત અઠવાડિયે નવી મુંબઈમાં રહેતા એક 14 વર્ષીય કિશોર પોતાની જ સગી બહેન પર વારંવાર જાતીય અત્યાચાર કરતો હતો. આ બાબતે બહેને એક દિવસ માતાને પેટમાં દુખાવની ફરિયાદ કરી. તબીબ પાસે તપાસ કરતા ખબર પડી કે તે ગર્ભવતી છે. યુવતીનું કાઉન્સેલિંગ કરતા તેણે સમગ્ર આપવીતી જણાવી હતી. આ સમયે સમગ્ર ઘટના સામે આવી હતી.

આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આરોપીને પોર્નોગ્રાફિક ફિલ્મો અને સામગ્રી જોવાનું વ્યસન હતું. ચાર મહિના પહેલા તેના માતા-પિતા કામકાજ માટે બહાર ગયા હતા ત્યારે એકાંતનો લાભ લઈને તેની મોટી બહેન પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ પણ તેણે બે વખત બહેન પર બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે.’ પોલીસે કિશોર સામે ગુનો નોંધી તેને જુવેનાઈલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

Loading...
Loading...