Loading...

બોલીવુડની આ ગુજરાતી હીરોઈન હવે પોલીટીક્સમાં હાથ અજમાવશે

બોલીવુડ એક્ટ્રેસ અમિષા પટેલે પોતે ભવિષ્યમાં રાજકારણમાં આવી શકે છે તેમ જણાવ્યું છે. અમિષા પટેલે જણાવ્યું કે, શિક્ષિત અને સભ્ય યુવાનો રાજકારણમાં આવે એ અત્યારે જરૂરી છે તેથી પોતે ભવિષ્યમાં રાજકારણમાં આવે તેવી શક્યતા છે. તેણે કહ્યું કે રાજકારણમાં આવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ટુરીઝમને પ્રોત્સાહન આપવાનો છે.

Loading...

આ ઉપરાંત મહિલાઓના શિક્ષણ માટે જાગૃતિ લાવવાનો અને સ્વચ્છતા મિશન ઉપર ભાર મુકીશ. અમિષાએ કહ્યું, મારા દાદા રજનીભાઇ પટેલ કોંગ્રેસના જાણીતા પોલીટીશિયન હતા અને ઈન્દિરા ગાંધીને તેમના પર વિશ્વાસ હતો. આજે પણ દિલ્હીમાં તેઓના નામના અનેક સ્મારકો છે. આ અગાઉ પણ તેને ચૂંટણી લડવાની ઓફર થઈ હતી. એનસીપી દ્વારા તેને ચૂંટણી લડવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ સ્વીકાર્યું નહોતું.

Loading...
Loading...