Loading...

Salman Khan નો ભાઈ અરબાઝ ખાન નો પર્દોં ફાસ ,રમતો હતો IPL માં સટ્ટો

તાજેતરમાં જ પૂરી થયેલી IPL ની સીઝન દરમિયાન સટ્ટાબાજીના આરોપમાં એક બુકીની ધરપકડ પછી થાણે પોલીસે ફિલ્મ એક્ટર અરબાઝ ખાનને સમન મોકલાવ્યું હતું. પોલીસે બાંદ્રા સ્થિત અરબાઝના ઘર પર શુક્રવારે સવારે સમન્સ મોકલીને પૂછપરછ માટે હાજર રહેવાનું કહ્યું હતું. હવે આ મામલે અરબાઝ ખાન પોતાના ભાઈ સલમાન ખાન અને તેના બોડિગાર્ડ શેરા સાથે આજે 11 વાગ્યે ક્રાઈમ બ્રાન્ચની ઑફિસે પહોંચી ગયો..

Loading...

હાજર થતા પહેલાં અરબાઝ ખાને પોતાના ભાઈ સલમાન ખાનની મુલાકાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ કેસમાં સલમાનની લીગલ ટીમ અરબાઝની મદદ કરશે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ડી કંપનીની પણ સટ્ટાબાજીના રેકેટમાં લિંક હોવાનું જણાઈ રહ્યું છે. અમારા સહયોગી ચેનલ ટાઈમ્સ નાઉમાં કેટલીક એવી તસવીરો લગાવાવમાં આવી છે જેમાં તે કુખ્યાત સટ્ટાબાજ સોનુ જાલાન સાથે જોવા મળી રહ્યો છે.

રિપોર્ટ મુજબ અરબાઝ ખાને IPL મેચ દરમિયાન 2.80 કરોડ રૂપિયાનો સટ્ટો લગાવ્યો હતો. 41 વર્ષના સોનુ જાલાનની મંગળવારે ધરપકડ કરી લેવામાં આવી હતી, જ્યારે તે કલ્યાણ સેશન્સ કોર્ટમાં આવ્યો ત્યારે તે પોતાના સહયોગીને આશ્વાસન આપવા માટે કોર્ટ પરિસરમાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સોનુ જાલાનનું નામ 2012ના આઈપીએલ ફિક્સિંગમાં પણ આવ્યું હતું.

પોલીસ અધિકારીએ જણાવ્યા મુજબ આજે અરબાઝ ખાન ક્રાઈમ બ્રાન્ચની ઑફિસે પહોંચ્યો હતો. અહીં પૂછપરછ દરમિયાન તેણે આઈપીએલમાં સટ્ટો રમ્યો હોવાનું સ્વીકારી લીધું છે. જણાવી દઈએ કે કુખ્યાત બુકી સોનુ જાલાનની ડાયરીમાંથી અરબાઝ ખાનનું નામ મળી આવ્યું હતું. જે મામલે તપાસ કરતાં અરબાઝની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. હાલ આ ડાયરી પોલીસા કબ્જામાં છે.

Loading...
Loading...