Loading...

આ તારીખે બોલીવૂડ ના હોટ કપલ દીપિકા અને રણવીર કરશે લગ્ન

૨૦૧૮ નવેમ્બરમાં દીપિકા અને રણવીર કરશે લગ્ન

Loading...

અનુષ્કા શર્મા અને સોનમ કપૂરની ગ્રાન્ડ વેડિંગ બાદ વધુ એક બોલિવૂડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘ લગ્ન કરવા જઇ રહ્યા છે

થોડા સમય પહેલાં દીપિકાનાં પેરેન્ટ્સ બેંગલુરૂથી મુંબઇ રણવીરનાં માતા-પિતાને મળવા આવ્યા હતાં. બંને પરિવારની મુલાકાત દીપિકાનાં ઘરે થઇ હતી અને ત્યાં લગ્નની તારીખ અંગે પણ વાતચીત થઇ હતી. જે બાદ બંને પરિવારે એક સાથે બહાર ડિનર પણ લીધુ હતું.

રણવીર-દીપિકા ડેસ્ટિનેશન વેડિંગ ઇચ્છતા હતા પણ રણવીરનો પરિવાર ઇચ્છે છે કે લગ્ન મુંબઇમાં જ કરીએ તેથી તેમનાં મોટાભાગનાં સંબંધીઓ આવી શકે. તેઓ નહોતા ઇચ્છતા કે ડેસ્ટિનેશન વેડિંગને કારણે તેમનાં સંબંધીઓ લગ્નમાં શામેલ ન થઇ શકે.

તો લગ્નની વાતો એટલે પણ સાચી લાગે કારણ કે પદ્માવત બાદ દીપિકાએ વિશાલ ભારદ્વાજનાં ડિરેક્શનમાં બની રહેલી એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ સાઇન કરી હતી જે સીવાય તેણે કોઇજ ફિલ્મ સાઇન કરી નથી. લાગે છે કે તે હાલમાં થોડો સમય ફ્રી રહેવા માંગે છે અને તેનો સમય લગ્નની તૈયારીઓમાં લગાવવા ઇચ્છે છે.

દીપિકાએ લગ્નની ખરીદી પણ શરૂ કરી લીધી છે. જોકે બંને એક્ટર્સે લગ્નની વાતોને અફવા ગણાવી છે. પણ મીડિયામાં સતત એવાં રિપોર્ટ્સ આવે છએ કે આ જોડી ટૂંક સમયમાં લગ્ન કરી રહી છે.

સ્પોટબોયની રિપોર્ટ મુજબ રણવીર-દીપિકાનાં લગ્ન 18-20 નવેમ્બરની વચ્ચે હશે. હાલ જુમબ લગ્ન 19 નવેમ્બરનાં રોજ હોવાની વાતો છે. આ લગ્ન મુંબઇમાં જ થશે.

Loading...
Loading...