Loading...

કોહલીએ NRI ગર્લફ્રેન્ડને માર્યો ઢોર-માર, પોલીસે દાખલ કર્યો કેસ

‘બિગ બોસ’ના એક્સ કન્ટેસ્ટન્ટ અને બોલિવૂડ એક્ટર અરમાન કોહલી સામે એક ગંભીર કેસ દાખલ થયો છે. અરમાન એક્ટિંગને કારણે ઓછો અને પોતાના ગુસ્સાને કારણે વધારે ચર્ચામાં રહે છે. આ વખતે અરમાનના ગુસ્સાનો ભોગ તેની એનઆરઆઈ ગર્લફ્રેન્ડ નીરુ રંધાવા બની હતી. અરમાને નીરુને ઢોરમાર માર્યો હતો. આ કારણે નીરુને કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડ્યું હતું.

Loading...

એક રિપોર્ટ અનુસાર અરમાન કોહલીએ પોતાની કથિત ગર્લફ્રેન્ડ નીરુ રંધાવાને ઢોરમાર માર્યો હતો. નીરુએ અરમાન વિરુદ્ધ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં કેસ પણ દાખલ કરાવ્યો છે. પોલીસે અરમાન સામે આઈપીસીની કલમ 326 હેઠળ ગુનો દાખલ કર્યો છે. જો અરમાન પર લાગેલા આરોપ સાબિત થઈ ગયા તો તેને સાત વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

નીરુએ જણાવ્યું હતું કે,’હું ગોવામાં આવેલા અરમાનના બંગલાની દેખભાળ રાખું છું. જ્યારે તેનું ભાડું આવે છે ત્યારે તેનું ભાડું વિલા સ્ટાફને આપવામાં આવે છે. આ પછી સ્ટાફ અમને આપે છે. જ્યારે અરમાને ભાડાનું કહ્યું ત્યારે મેં તેને કહ્યું કે હું ભાડું ટ્રાન્સફર કરાવી આપીશ. આ બાબતે તે ગુસ્સે થઈ ગયો હતો. તે ઉગ્ર થઈ ગયો હતો અને હું કશું જ સમજું એ પહેલા મારા વાળ પકડીને ભીંત સાથે માથું અફળાવ્યું હતું. હું તેની પાસે કરગરી હતી કે પોલીસને કશું જ નહિ કહું મને હોસ્પિટલ જવા દે પરંતુ તે એકનો બે થયો નહોતો.’

નીરુના જણાવ્યાનુસાર આ પહેલા પણ અરમાને તેની પર હાથ ઉપાડ્યો હતો. તેણે જણાવ્યું હતું કે,’ આ વર્ષે જ ફેબ્રુઆરીમાં પણ તેણે મારા પર હાથ ઉપાડ્યો હતો. હું આ રિલેશનશીપમાં આવીને મુશ્કેલીમાં ફસાઈ ગઈ છું. મારા માટે આ એક ભૂલ હતી. મેં તેને સુધરવાની અનેક તક આપી પણ તેનામાં કોઈ જ સુધારો જોવા મળ્યો નહોતો. મારા ફેમિલી દ્વારા પણ તેને અનેકવાર ચેતવણી અપાઈ હતી. તેમ છતાં તે માન્યો નહોતો. તેના આ વર્તનના કારણે જ હું દુબઈ ગઈ હતી પરંતુ તે મને પરત લેવા આવ્યો હતો. મને એમ હતું કે તે સુધરી ગયો છે પરંતુ હું ખોટી હતી.’

Loading...
Loading...