Loading...

Taarak Mehta Ka Ooltah Chashmah ના ડૉ. હંસરાજ હાથી નું હાર્ટએટેકથી અવસાન

ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ડોક્ટર હંસરાજ હાથીનો રોલ પ્લે કરનાર એક્ટર કવિ કુમાર આઝાદનું નિધન થયું છે. તેઓ ઘણા લાંબા સમયથી આ શો સાથે જોડાયેલા હતા. એક્ટર કવિ કુમાર આઝાદનું મોત હાર્ટ અટેકના કારણે થયું હતું. થોડા દિવસ પહેલા કવિ કુમાર આઝાદના ટ્વીટર એકાઉન્ટથી એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો.
કવિ કુમાર આઝાદના મોતથી ટીવી ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, કવિ કુમાર આઝાદે ૨૦૧૦ માં તેમનું ૮૦ કિલો વજન સર્જરીથી ઘટાડ્યું હતું. આ સર્જરી પછી તેમની રોજીંદી જીંદગીમાં વધારે સરળતા થઇ ગઈ હતી. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, મને ખુશી છે કે, લોકો મને મારા કિરદાર માટે પસંદ કર્યો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંના કારણે જ કવિ કુમાર આઝાદની ઘરદીઠ ઓળખાણ થઇ હતી.
ઉલ્લેખનીય છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ દર્શકોની પસંદિત સીરીયલ્સમાંથી એક છે. આ સીરીયલની કોમેડીની દીવાની આખી દુનિયા છે. આ સીરિયલે લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરીયલ ઘણા વર્ષોથી લોકોના દિલ પર રાજ કરે છે અને આ સિરીયલની સફળતા પાછળ તેના કલાકારોનો મોટો હાથ છે. સબ ટીવીનો ફેમસ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નાના બાળકોથી લઈને મોટા સુધી દરેક આ શો જોતા હોય છે. આ એક ફેમિલી શો છે. વર્ષ ૨૦૦૮થી શરૂ થયેલી આ સીરિયલે ઘણા રેકોર્ડ બનાવ્યો છે.

Loading...
Loading...
Loading...