Loading...

કરીના એ આપ્યું મોટું સ્ટેટમેન્ટ – “શાહરુખ ખાન સાથે કામ કરવામાં કોઈ રસ નથીં”

કરીના કપૂર બહુ એનર્જેટિક અને આધુનિક છે, તેણે તૈમુર અલી ખાનને જન્મ આપ્યા પછી બહુ સરળતાથી ફિલ્મોમાં કામ કરવાની પણ શરૂઆત કરી દીધી. માતા બન્યા પછી પણ તે વર્કિંગ વુમન તરીકે ‘પરફેક્ટ’ રોલ નિભાવવા લાગી. તૈમુરના જન્મ પછી કેટલાક મહિનામાં જ તેણે ફિલ્મ ‘વીરે દી વેડિંગ’નું શૂટિંગ શરૂ કરીને તેના ચાહકોને આશ્ચર્ય માં મૂકી દીધા હતા. એવી વાત પણ વહેતી થઈ છે કે કરીનાનો શાહરુખ ખાન સ્ટારર ‘સેલ્યુટ’ ફિલ્મ માટે સંપર્ક કરાયો હતો, જે ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શમાર્ પર બાયોપિક ફિલ્મ છે, પણ લાગે છે કે બેબોને શાહરુખ સાથે કામ કરવામાં રસ નથી.

Loading...

કરીના કપૂર કહે છે, મારે હવે કંઈક જુદું કરવું છે. ફિલ્મો કરવાની મારી પસંદગી હવે બદલાઈ છે. હું કદાચ તેના માટે મોટા બજેટની ફિલ્મો માટે પણ ના કહી શકું છું. મારો ધ્યેય ફકત મોટી ફિલ્મો કરવાનો જ નથી. આથી જ એ શક્ય છે કે તેણે શાહરુખ સાથે ફિલ્મ કરવાની તક ગુમાવી હોય.રસપ્રદ વાત એ છે કે સર્જકો શાહરુખ સાથેની આ ફિલ્મ માટે ઐશ્વર્યા રાય બચ્ચન અને દીપિકા પદુકોણને લેવાનું વિચારી રહ્યા છે, કારણ કે આ બંને હિરોઈનોની કેમિસ્ટ્રી એસઆરકે સાથે જામે છે અને બંને હીરોઈનો ‘ક્રાઉડ પૂલર’ છે. જોકે એશ 3 પ્રાેજેક્ટ સાથે વ્યસ્ત છે. ઐશ્વર્યા રાય બચ્ચન તેની આગામી ફિલ્મ ‘ફને ખાન’માં જોવા મળશે.

આ ઉપરાંત તે ‘રાત આૈર દિન’ અને ‘વો કૌન થી’ જેવી ફિલ્મોમાં વ્યસ્ત છે. આથી જોવાનું એ રહે છે કે તે એસઆરકેની ફિલ્મ ‘સેલ્યુટ’ માટે તેનું શિડéૂલ બનાવી શકે છે કે નહી.

Loading...
Loading...