Loading...

રણબીર કપૂર ની આવનારી ફિલ્મ SANJU નું ટ્રેલર તમે જોયું હશે; પણ તમે નોટીસ કર્યું આ ટ્રેલર માં અરશદ વારસી છે ?

લાંબા સમય સુધી રાહ જોયા પછી, સંજય દત્તની બાયોગ્રાફી ‘સંજુ’ નું ટ્રેલર 30 મે ના રોજ રિલીઝ થયું હતું. ફિલ્મના ટ્રેલર્સ ખુબજ રસપ્રદ છે અને લોકો ને ખૂબ જ પસંદ આવ્યું છે. આ ટ્રેલરમાં સોનમ કપૂર, અનુષ્કા શર્મા, દીયા મિર્ઝા, વિકી કૌશલ, પરેશ રાવલ અને મનીષા કોઈરાલા જોવા મળે છે.

Loading...

પણ શું તમે આ ટ્રેલરમાં અરશદ વારસીને જોયા છે? વાસ્તવમાં, અરશદ ફિલ્મ ના ટ્રેલર માં જોવા મળે છે. ટ્રેલરના દ્રશ્યમાં, ‘મુન્નાભાઈ MBBS’ ની ફિલ્મ નો થોડોક ભાગ બતાવવામાં આવ્યો છે, જેમાં સંજય દત્ત નો ચહેરો મર્ફ કરીને રણબીર કપૂર ને બતાવામાં આવે છે.

અમે તમને જણાવી દઈએ એ કે મુન્નાભાઈ સિરિઝ ફિલ્મોમાં મુન્ના-સર્કિટ જોડી લોકોને ખૂબ પસંદ આવ્યું છે. તાજેતરમાં, જ્યારે સંજુની ટીઝર રિલીઝ થયું ત્યારે રાજકુમાર હિરાનીએ પુષ્ટિ આપી હતી કે તેઓ ટૂંક સમયમાં આ સીરીઝ ત્રીજી ફિલ્મ પર કામ શરૂ કરશે.

Loading...
Loading...