Loading...

હિટ થવા માટે દીપિકા પદુકોણ ને મળી હતી સર્જરી દ્વારા બ્રેસ્ટ મોટા કરાવવાની સલાહ…

Deepika Padukone આજે બોલિવૂડ ટોચની એક્ટ્રેસમાં શામેલ છે પણ એક સમય એવો હતો જ્યારે તેને bollywood ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે અનેક પ્રકારની સલાહો આપવામાં આવતી હતી. દીપિકાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, એક સમયે તેને કોઈએ બ્રેસ્ટ સર્જરી કરાવવાની સલાહ આપી હતી.

Loading...

એક મેગેઝીન સાથે વાત કરતા દીપિકાએ જણાવ્યું કે, ‘મને કરિયરની શરૂઆતમાં ઘણી સલાહો મળતી હતી. સ્તન સર્જરી કરાવવાની, બ્યૂટી કૉન્ટેસ્ટમાં ભાગ લેવાની. સલાહકારોને લાગતુ હતું કે, આના કારણે પ્રોડ્યૂસર્સ મને નોટિસ કરશે અને ફિલ્મોમાં કામ આપશે. પણ હું એ પ્રકારની માનસિકતા ધરાવતી ન હોતી.

રિપોર્ટ અનુસાર, દીપિકાને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’માં લીડ રોલ માટે 12 કરોડ રૂપિયા મળ્યા હતા. આ ફિલ્મમાં તેને પોતાના કો-સ્ટાર્સ રણવીર સિંહ અને શાહિદ કપૂરથી પણ વધુ ફી મળી હતી.

Loading...
Loading...