Loading...

નજીક આવી રહ્યા છે દીપિકા પદુકોણ ના લગ્ન, મમ્મી સાથે સોના ની ખરીદી કરતા મળી જોવા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાલમાં દીપિકા પદુકોણ પરિવાર લગ્ન ની શોપિંગમાં ઘણો જ વ્યસ્ત છે. માનવામાં આવે છે કે આ વર્ષે નવેમ્બરમાં દીપિકા-રણવિરના લગ્ન છે. લગ્ન પહેલાં જ દીપિકા તથા તેનો પરિવાર તમામ ખરીદી કરી લેવા માંગે છે.

Loading...

દીપિકાએ જ્વેલરી માંથી ઘણી શોપિંગ કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીપિકાએ જ્વેલરી શોપને પહેલેથી જ સૂચના આપી દીધી હતી કે તે મોમ સાથે ખરીદી કરવા આવશે અને તેને શું લેવું છે. દીપિકા અને તેની મોમ જ્વેલરી શોપમાં આવીને તરત જ પોતાની મનગમતી ડિઝાઈન્સની વસ્તુઓ લઈને નીકળી ગયા હતાં.

રણવિર સિંહે હાલમાં જ ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘સિમ્બા’નું શૂટિંગ શરૂ કર્યું. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં રણવિરની સાથે સારા અલી ખાન છે. રણવિરે નવેમ્બર તથા ડિસેમ્બર મહિનામાં કોઈ જ પ્રોજેક્ટ્સ રાખ્યા નથી. આ બંને મહિના ફ્રી છે.

રણવિર તથા દીપિકા 19 નવેમ્બરે મુંબઈમાં જ લગ્ન કરે તેવી શક્યતા છે. લગ્નમાં માત્ર ક્લોઝ ફેમિલી મેમ્બર્સ તથા ફ્રેન્ડ્સ રહેશે. જ્યારે ગ્રાન્ડ રિસેપ્શનમાં બોલિવૂડની ની બધીજ હસ્તીઓ સામેલ રહેશે.

Loading...
Loading...