Loading...

20 વર્ષ બાદ સંબંધમાં તિરાડ, બોલીવુડ એક્ટર અર્જુન રામપાલે લીધા છૂટાછેડા

રિતિક અને સુજૈનના તલાક પછીથી બોલિવૂડમાં એક્ટર અર્જુન રામપાલ અને મેહર અલગ-અલગ થયા હોવાની ખબરો સામે આવી રહી હતી. ખબરો તો એવું પણ કહે છે કે રિતિકની વાઈફ સુજૈન અને અર્જૂનની દોસ્તીના કારણે અર્જુન અને તેની પત્ની વચ્ચે તિરાડ પડી ગઈ છે. પરંતુ અર્જુન રામપાલ અને તેની પત્ની હંમેશા આ ખબરોનું ખંડન કરતા જોવા મળ્યા હતા. પરંતુ હવે અર્જુન અને મેહરે એક ઓફીશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. જેમાં સાફ થઈ ગયું છે કે હવે બંનેના રસ્તાઓ અલગ છે.

Loading...

જો કે આ સ્ટેટમેન્ટમાં અર્જુન અને મેહરે ખુબ સારી રીતે કહ્યું કે એક બીજા સાથેના સંબંધો હવે પૂર્ણ થઈ શકે છે. પરંતુ એક પરિવારની જેમ પ્રેમ અને ઈજ્જત છે તે હંમેશા રહેશે.
એક્ટર તરફથી જાહેર કરવામાં આવેલા સ્ટેટમેન્ટમાં તેને કહ્યું, ’અમને લાગે છે કે હવે સમય આવી ગયો કે છે અમારે અલગ અલગ રસ્તાઓ પર જવુ પડશે. જણાવી દઈએ કે અર્જુન અને મેહર 20 વર્ષથી સાથે હતા. તેમને 2 દિકરી છે. જેમાં એકનું નામ માહિકા છે જે 16 વર્ષની છે. જ્યારે બીજી દીકરીનું નામ માયરા છે જે 13 વર્ષની છે.’

અલગ થવાના નિર્ણય બાદ તેઓએ જણાવ્યું કે તે હંમેશા એક બીજા માટે હાજર રહેશે. ખાસ કરીને તેમની દિકરીઓને કોઈ પણ વસ્તુની કમીનો અહેસાસ ક્યારેય નહિં થવા દે. આ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું કે, ’સંબંધો પુરા થઈ શકે છે પરંતુ પ્રેમ હંમેશા રહેશે.’ હવે ગમે તે હોય પરંતુ એક સંબંધનું તુટવુ ઘણું દુખદ હોય છે.

Loading...
Loading...